Only Gujarat

National

ભાઈ ચીપ્સ લેવા ગયો અને બહેનને લેવી હતી તસવીર, મળ્યું હચમચાવી દેતું મોત

ઇન્દોરમાં સેલ્ફી લેતી વખતે એક યુવતી સાથે મોટી દુર્ઘટના થઈ હતી. રેલવે ઓવરબ્રિજ પરથી પડી જતાં તેનું મોત થઈ ગયું હતું. ઇન્દોરની આ યુવતી સાગરમાં બુંદેલખંડ મેડિકલ કોલેજમાં MBBSમાં ત્રીજા વર્ષમાં સ્ટડી કરી રહી હતી અને લોકડાઉન હોવાને લીધે ઇન્દોર આવી હતી. યુવતી તેના ભાઈ સાથે ફરવા નીકળી હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી.

આ આકસ્મિક ઘટના શનિવાર રાતે 8 વાગ્યા થઈ હતી. રાજેન્દ્રનગર પોલીસના જણાવ્યા મુજબ, ‘ સિલીકોન સિટી નિવાસી નેહા આરસે (21) તેના ભાઈ સાથે ફરવા આવી હતી. રાતે લગભગ 8 વાગ્યે બંને રાજેન્દ્રનગર રેલવે ઓવરબ્રિજ પાસે આવ્યા હતાં. તેનો ભાઈ ચીપ્સ લેવા માટે ગયો હતો.

આ દરમિયાન ઓવરબ્રિજ પરથી તે સેલ્ફી લેતી હતી. એવામાં તેણે બેલેન્સ ગુમાવ્યું અને નીચે પડી ગઈ હતી. તેને પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી.’ નેહાના પિતા રાજેન્દ્ર આરસે પોલી હાઉસ સંચાલિત કરે છે. યુવતીના સંબંધી રામલાલે જણાવ્યું કે, ‘ ભાઈ બહેન ઘરેથી ફરવા નીકળ્યા હતાં. આ દરમિયાન દુર્ઘટના થઈ હતી. નેહા સાગરમાં MBBSના થર્ડ યરમાં હતી અને લોકડાઉનને લીધે પોતાના ઘરે આવી હતી. ‘

સાંજે ચેતના હોસ્પિટલથી સૂચના મળી હતી કે રાજેન્દ્ર નગર બ્રિજ પરથી પડી જતાં તેનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં દુર્ઘટના લાગી રહી છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

You cannot copy content of this page