Only Gujarat

National TOP STORIES

એકબીજાને વરમાળા પહેરાવતા હતા દુલ્હન-દુલ્હા ને પ્રેમી સ્ટેજ પર આવી ગયો પછી….

લખનૌઃ ઘણીવાર લગ્ન અગાઉના પ્રેમસંબંધો દુલ્હા કે દુલ્હન માટે ભારે પડતા હોય છે. ઘણા કિસ્સામાં લગ્નના દિવસે પૂર્વ પ્રેમિકા કે પ્રેમીના આવી જવા પર ભારે હંગામો અને પરિવારજનોની બદનામી જેવી ઘટના ઘટતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઘટી હતી. જ્યારે યુવતીના પ્રેમીએ હંગામો કર્યો હતો.

અહીં એક યુવતીના લગ્ન થઈ રહ્યાં હતા અને વરમાળાની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન યુવતીનો પ્રેમી સ્ટેજ પર આવી જાય છે અને પોતાના પ્રેમની વાતનો ખુલાસો કરે છે. જે પછી આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.

જોકે પૂછપરછ દરમિયાન યુવતીના પરિવારજનોએ એવો આરોપ લગાવ્યો કે, યુવતીનો કોઈ પ્રેમી નહોતો. યુવકના પરિવારજનોએ લગ્ન અગાઉ દહેજની માગ કરી હતી. જે પૂર્ણ ના થતા તેમણે પોતાના નાટકના ભાગ રૂપે કહાણી બનાવી કે યુવતીના પ્રેમીએ આવું કર્યું હતું.

બીજી તરફ યુવકે આરોપ લગાવ્યો કે, વરમાળા સમયે યુવતીનો પ્રેમી સ્ટેજ પર આવ્યો હતો અને તે માઈક લઈ પોતાના પ્રેમ વિશે વાત કરવા લાગ્યો. તેણે કહ્યું હતું કે,‘આઈ લવ યું (યુવતીનું નામ)… હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આપણે ઘણી રાતો સાથે પસાર કરી છે.’

આ વાત સાંભળતા જ યુવકે વરમાળા પહેરાવવાનો ઈન્કાર કર્યો હતો અને તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી. યુવકના પરિવારજનો લખનૌથી જાન લઈને આવ્યા હતા.

એક અહેવાલ અનુસાર , દુલ્હો એસબીઆઈમાં ક્લાર્ક છે. જ્યારે યુવતીનો પ્રેમી સ્ટેજ પરથી જેમ-તેમ બોલી રહ્યો હતો ત્યારે યુવતીએ પોતાના ભાઈને ઈશારો કરી તે યુવકને ખસેડવા કહ્યું હતું. જ્યારે તેના ભાઈએ તે યુવકને હટાવવાનો પ્રયાસ કર્યો તો તે બુમો પાડવા લાગ્યો કે, યુવતીના તમામ પર્સનલ વીડિયો, ચેટ અને મેસેજ તેની પાસે છે. જે પુરાવા છે કે તેમની વચ્ચે અફેર હતું.

You cannot copy content of this page