Only Gujarat

National

ડાલડા કે સનફ્લાવર તેલને ગરમ કરીને આ રીતે બનાવવું આવતું નીકલી ઘી, જુઓ તસવીરો

અહીં મકાન ભાડા પર લઈને એક શખ્સ છેલ્લા બે વર્ષથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. શુક્રવારે ક્રાઈમબ્રાંચે સૂચના મળતા તેની કરતૂતનો ભાંડો ફોડી નાખ્યો. ઈલિયાસ કોલોની, ખજરાનામાં આરોપી સાંચી, અમૂલ અને નોવા જેવા બ્રાન્ડના ખાલી રેપર છપાવીને તેમાં દૂષિત અને ઓછી ગુણવત્તાવાળું ઘી ભરીને દુકાનોમાં વેચતો હતો. તે 300 રૂપિયા પ્રતિ કિલોમાં આ ઘી દુકાનદારોને આપતો હતો. દુકાનદાર તેને 500 થી 600માં વેચતા હતા.

આરોપી બ્રાન્ડના હૂબહૂ રેપર છપાવતો હતો. તેના પર હોલ માર્ક અને સીલ પણ છપાવતો હતો. પોલીસે ખાદ્ય વિભાગની સાથએ દરોડા પાડ્યા. આરોપીનું નામ અશરફ શમસેર અલી છે. આરોપી 11 હબીબ કૉલોની, સેક્ટર-બી ઈન્ડિયન જિમ વાલ ગલીનો રહેવાસી છે. તે એક મોટા વાસણમાં આ ઘી તૈયાર કરતો હતો. આ મકાન ઈરફાન ગૌરી નામના શખ્સનું છે.

પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે છેલ્લા 2 વર્ષથી આ ગોરખધંધો કરતો હતો. તે પેકેટ છપાવીને તેમાં નકલી ઘી ભરતો હતો. આરોપીએ નકલી બારકોડ પણ છપાવ્યા હતા. ઈન્દૌરમાં સિયાગંજના વેપારીઓની સાથે તેણે ઉજ્જૈન અને મંદિરોની આસપાસ ઘી વેચ્યું હતું.

નકલી ઘી બનાવવા માટે આરોપી એક મોટા તપેલામાં વનસ્પતિ ડાલડા કે સનફ્લાવર તેલને ગરમ કરી તેમાં સુગંધિત કેમિકલ મિક્સ કરી દેતો હતો.પોલીસે અને ખાદ્ય વિભાગે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં પેકેટ અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.

પોલીસના દરોડામાં નકલી ફેક્ટરીમાંથી લગભગ 500 કિલો નકલી ઘી મળી આવ્યું છે. પોલીસ એ વેપારીઓ વિશે પણ તપાસ કરી રહી છે, જેના માધ્યમથી નકલી ઘી બજારમાં મોકલાતું હતું.

You cannot copy content of this page