Only Gujarat

Bollywood FEATURED

ડ્રગ્સ અંગે ખોટું બોલી રહી છે રિયા, સામે આવી સનસનાટી ભરેલી વ્હોટ્સએપ ચેટ

મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં રોજ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. રિયાના ડ્રગ કનેક્શનનો ખુલાસો થયા બાદ મામાલો વધુ ગરમાયો છે. ડ્રગ કેસની તપાસ માટે હવે આ કેસમાં નાર્કોટિક્સ ટીમની પણ એન્ટ્રી થઇ ગઇ છે. આ મુદ્દે હજુ કોઇ ખુલાસો આવે તે પહેલા સોશિયલ મીડિયા પર ડ્રગ્સ અંગેની બીજી ચેટ પણ આવી ગઇ છે. આ ચેટ રિયાના વ્હોટસએપ ગ્રુપની છે, જેમાં સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની, આયુષ શર્મા, આનંદી અને દીપેશ સાવંત ગ્રૂપના મેમ્બર છે.

સોશિયલ મીડિયા પર શેર થયેલી આ વ્હોટસએપ ચેટમાં બધા જ સ્ટફ (ડ્રગ્સ) અને સિગરેટ રોલ કરવાની વાત કરી હતી. આ ચેટ પરથી જાણી શકાય છે કે, તેના તાર ડ્રગ્સ સાથે જોડાયેલા છે. આ ચેટમાં વોટરસ્ટોન રિસોર્ટની વાત પણ થઇ રહી છે, જેમાં ડ્રગ્સના ફોટો પણ શેર કરવામાં આવ્યાં છે. આ ગ્રુપ ચેટ જુલાઇ 2019ની છે.

આ ચેટમાં સુશાંતના ઘરે થનાર પાર્ટીના પ્લાનિંગ સાથે કેટલું ડ્રગ્સ લાવવાનું છે સહિતની ચર્ચા થઇ રહી છે. તેમાં એ પણ લખેલું છે કે, સુશાંતને શું આપવાનું છે. જો કે આ ગ્રુપ ચેટમાં સુશાંત ક્ચાંય પણ વાત કરતા નથી જોવા મળતા. આ પહેલા રિયાએ કેટલીક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે જિંદગીમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધું અને તેના માટે તે કોઇ પણ ટેસ્ટ કરાવવા તૈયાર છે.

સોશિયલ મીડિયા પર ત્રણ ચેટ શેર થઇ છે, જેમાં પહેલી ચેટમાં સિદ્ધાર્થ પિઠાની, આયુષ શર્મા અને આનંદી છે. તેમાં ડ્રગ્સને લઇને ખૂબ લાંબી ચર્ચા થઇ રહી છે. રિયા ચક્રવર્તીએ લખ્યું છે કે, ડૂબી જોઇએ છે. સુશ માટે ડૂબી મોકલો, સિદ્ધાર્થ પિઠાની કહે છે કે, મિરાન્ડા અહીં છે. ડૂબી એક પ્રકારની ગાંજાની સિગરેટ હોય છે.

આ ચેટમાં એક અન્ય શખ્સ લખે છે કે, વોટરસ્ટોનનું જે દિવસનું બુકિંગ થયું હતું, તે કેન્સલ થઇ ગચું છે. રિયા આ શખ્સને કહે છે કે, લિફ્ટનો દરવાજો લોક કરી દેજો, આ ચેટમાં રિયાનો ભાઇ શોવિક પણ સામેલ છે.


બીજી ચેટ સેમ્યુઅલ મિરાન્ડાની છે, જેમાં એક વ્યક્તિ કહે છે કે અશોકને કોલ કરો, જેના જવાબમાં મિરાન્ડા કહે છે કે, સ્ટફ માટે કરૂં કોલ? તેના જવાબમાં કોઇ પૂછે છે કે, અમારી પાસે હવે નથી. ત્યારબાદ મિરાન્ડા કહે છે કે, ઓકે ઠીક છે. સામે કોઇ સિદ્ધાર્થને જણાવે છે કે માત્ર એક ડૂબી બચી છે. આગળ સિદ્ધાર્થ કહે છે કે અશોક કોના ભરોસે કહે છે કે, તે મેનેજ કરી દેશે? તેના જવાબમાં એક શખ્સ કહે છે કે મેં તેમને લાવવાનું કહ્યું છે. ત્યારે બાદ સિદ્ધાર્થ અશોકને કોલ કરવાની વાત કરે છે.

ત્રીજી ચેટ સેમ્યુઅલ મિરાન્ડાની છે. આ ગ્રૂપમાં ડ્રગ્સનો એક ફોટો પણ શેર કર્યો છે.

You cannot copy content of this page