Only Gujarat

Business FEATURED

જાહેરમાં મુકેશ અંબાણીના દીકરાએ કિંગ ખાનને મૂક્યો હતો શરમજનક સ્થિતિમાં!

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પરિવારના કારણે અનેક વાર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારનો બોલીવુડ સાથેનો સંબંધ પણ ઘણો જૂનો છે. બોલીવુડના અનેક કલાકારો તેમના સમારોહમાં પહોંચીને મસ્તી પણ કરે છે. આજે અમે તમને અંબાણી પરિવારના સમારોહ સાથે જોડાયેલા ખાસ કિસ્સા જણાવવામાં જઈ રહ્યા છે.

આ ખાસ કિસ્સો 2017નો છે અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાન સાથે જોડાયેલો છે. રિલાયન્સના 40 વર્ષ પુરા થવા પર પરિવારે ગુજરાતના જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અનેક ફિલ્મ સિતારાઓ પણ આવ્યા હતા. તો આ કાર્યક્રમને હોસ્ટ શાહરુખ ખાને કર્યો હતો.

કાર્યક્રમને હોસ્ટ કરવા દરમિયાને શાહરુખ ખાને હાજર લોકો અને અંબાણી પરિવાર સાથે ઘણી મસ્તી કરી હતી. એટલું જ નહીં તેણે આકાશ અને ઈશા અંબાણી સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન મુકેશ અંબાણીના દીકરા અનંતે શાહરુખ ખાનને એવી વાત કહી કે કિંગ ખાનની બોલતી બંધ થઈ ગઈ.

કાર્યક્રમમાં શાહરુખ ખાને અનંતને તેની પહેલી સેલેરી વિશે જણાવે છે અને બાદમાં તેની પહેલી સેલેરી પુછે છે. જે બાદ અનંત અંબાણી એવો જવાબ આપે છે જેનાથી શાહરુખ ખાનની બોલતી બંધ થઈ જાય છે. શાહરુખ ખાન અનંત અંબાણીને જણાવે છે કે તેની પહેલી સેલેરી 50 રૂપિયા હતા. જ્યાં તેણે પંકજ ઉધાસના મ્યૂઝિક કૉન્સર્ટમાં વૉલંટિયર બનાવીને કમાયા હતા.

શાહરુખ ખાને એ પણ જણાવ્યું હતું કે તે પોતાની પહેલી કમાણીથી તાજમહેલ ફરવા ગયા હતા. તો એ બાદ શાહરુખ ખાને અનંત અંબાણીને તેની પહેલી સેલેરી વિશે પુછ્યું તો તેના પર તેમણે ખૂબ જ મજેદાર જવાબ આપ્યો અને કિંગ ખાનની બોલતી બંધ કરી દીધી.

અનંત અંબાણીએ શાહરુખ ખાનને કહ્યું કે, જો મે મારી પહેલી સેલેરી જણાવી દીધી તો તમે શરમાઈ જશો. શાહરુખ આ વાત સાંભળીને ચૂપ થઈ જાય છે અને કાર્યક્રમમાં હાજર લોકો હસવા લાગે છે.

You cannot copy content of this page