Only Gujarat

FEATURED Sports

અનુષ્કાને જાય છે છઠ્ઠો મહિનો, પહેલી જ વાર જોવા મળી માસ્કમાં, ચહેરા પર હતો પ્રેગ્નન્સી ગ્લો

આઈપીએલ 2020ને લઈને લોકોમાં પહેલાથી ડર હતો કે આ વર્ષે કોરોનાના કારણે સીરિઝ કેન્સલ ન થઈ જાય. પરંતુ દુબઈમાં તેને શરૂ કરવામાં આવ્યો, પરંતુ હવે તેણે સૌથી વધુ વ્યૂઅરશિપનો રિકોર્ડ બનાવી દીધો છે. દરેક મેચ સાથે સીરીઝનું એક્સાઈટમેન્ટ વધતું જઈ રહ્યું છે. ન માત્ર મેદાનની અંદર પરંતુ મેદાનની બહાર પણ લોકો ખેલાડીઓના જીવન સાથે જોડાયેલી વાતોમાં રસ લઈ રહ્યા છે. 28 ઑક્ટોબરે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમવામાં આવેલી 48મી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટે હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઑફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું. બેંગ્લોરે જીત માટે 165 રનનું લક્ષ્યાંક રાખ્યું હતું, જેને મુંબઈએ પાંચ વિકેટ ગુમાવીને પાંચ બૉલ બાકી હતા ત્યારે જ મેળવી લીધું. આરસીબીના છેલ્લા કેટલાક મેચમાં વિરાટની ગર્ભવતી પત્ની અનુષ્કા પણ જોવા મળી રહી છે. સાથે જ ચહલની મંગેતર ધનશ્રી પણ સ્ટેડિયમમાં ટીમનો ઉત્સાહ વધારવા આવે છે. પરંતુ 28 ઑક્ટોબરની મેચમાં અનુષ્કાના પહેલીવાર માસ્કમાં જોવામાં આવી. પરંતુ લોકોનું ધ્યાન તો અનુષ્કાની જગ્યાએ ધનશ્રી પર ગયું, જેણે માસ્ક નહોતું પહેર્યું. પછી તો શું…સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ..

28 ઑક્ટોબરે આઈપીએલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે આરસીબીને પાંચ વિકેટથી હરાવ્યું. મુંબઈએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે ટૉસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું.

રૉયલ ચેલેન્જર્સ તરફથી દેવદત્ત પડીક્કલે સૌથી વધુ 45 બૉલમાં 74 રનની ઈનિંગ રમી અને જોશ ફિલિપે પણ 24 બૉલમાં 33 રન બનાવ્યા. આ સિવાય કોહલીએ 9, ડિવિલિયર્સે 15 અને ગુરકીરત સિંહે 14 રનનું યોગદાન આપ્યું.

મેચમાં વધુ એક ખાસ ચીજ એ રહી કે મુંબઈ તરફથી બુમરાહે કોહલીની વિકેટ લીધી. બુમરાહે આઈપીએલમાં પોતાની પહેલી વિકેટ પણ કોહલીની જ લીધી હતી અને આ તેની સોમી વિકેટ હતી.

આ મેચને જોવા માટે અનુષ્કા શર્મા પણ સ્ટેડિયમ પહોંચી. કાળા રંગના ડ્રેસમાં સ્ટેડિયમમાં બેઠેલી અનુષ્કાના ચહેરા પરની ચમકે સૌનું ધ્યાન ખેંચ્યુ. હવે તેના ચહેરા પર પ્રેગનેન્સીનું વેઈટ નજર આવવા લાગ્યું છે.

પરંતુ પહેલીવાર અનુષ્કા સ્ટેડિયમમાં માસ્ક પહેરેલી નજર આવી. જ્યારથી તે દુબઈ ગઈ છે, ત્યારથી તેણે કોઈ પણ મેચમાં માસ્ક નહોતું પહેર્યું. આ પહેલીવાર હતું કે તે માસ્કમાં દેખાઈ.

તસવીરમાં તેની ઠીક આગળ ધનશ્રી જોવા મળી તેણે માસ્કને માત્ર પોતાના કાનમાં ફસાવીને રાખ્યું હતું. એવામાં તરત લોકોનું ધ્યાન તેની તરફ ગયું.

તેમણે માસ્ક ન પહેરવા બદલ ચહલની મંગેતરને ટ્રોલ કરી. જણાવી દઈએ કે કોરોનાથી બચવાના સૌથી સારા ઉપાયોમાં માસ્ક લગાવવાનું જ સામેલ છે.

આ પહેલા પણ માસ્કને મોઢા પર લગાવવા કરતા હાથમાં પકડવાના કારણે ધનશ્રી ટ્રોલ થઈ ચુકી છે અને ફરી એકવાર ચહલની ભાવિ પત્ની માસ્કના કારણે નિશાને આવી.

You cannot copy content of this page