Only Gujarat

FEATURED National

પત્નીએ કરી નાખી હત્યા ને પછી પતિની લાશને ચિપકીને આખી રાત સુઈ રહી, પોલીસનો ચોંકાવનારો ખુલાસો

પતિ-પત્નીના સંબંધો સૌથી ખાસ હોય છે, જે જિંદગીભર એકબીજાની સાથે રહેવા કસમ ખાય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે જે પત્ની સુહાગની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે તે એક દિવસ કાળ બનીને પતિની હત્યા કરી દેશે. આવો જ એક હેરાન કરનારો મામલો હરિયાણાના પાણીપતથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી. એટલું જ નહીં તે આખી રાત તે શબ સાથે એક જ પથારી પર સુતી રહી અને સવારે ઉઠીને લોકોને બોલી કે તેમનું મોત કેવું થયું તે મને ખબર જ નથી.

પતિને માર્યા બાદ પત્નીએ કર્યું ખોટું નાટક
આ ચોંકાવનારો મામલો પાણીપત જિલ્લામાં થયો. જ્યાં એક મહિલાએ આડા સંબંધોને કારણે પ્રેમી ભત્રીજાની સાથે મળીને પતિનું ગળું દબાવીને હત્યા કરી દીધી. જે બાદ તે જૂઠી કહાની બનાવતી રહી, પરંતુ હવે પોસ્ટમોર્ટમમાં હત્યાના કારણોનો ખુલાસો થઈ ગયો. હવે પોલીસે આરોપી મહિલા સંગીતા અને ભત્રીજાની ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે.

7-8 મહિનાથી કાકી-ભત્રીજીના હતા આડા સંબંધો
પોલીસ પૂછપરછમાં બંનેએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. ડીએસપી હેડ ક્વાર્ટર સતીશ વત્સે જણાવ્યું કે લગભગ 7-8 મહિના પહેલા કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમ પ્રસંગ શરૂ થઈ ગયા હતા. આ બાદ બંને વચ્ચે આડા સંબંધો બની ગયા. તે એકબીજા સાથે રહેવાનું વચન આપી ચુક્યા હતા.

ત્યાર બાદ એકવાર પતિએ બંનેને રંગેહાથ પકડી લીધા અને મહિલા સાથેના વિવાદ કરવા લાગ્યો. જે બાદ કાકી અને ભત્રીજાએ પોતાના રસ્તામાં આડખીલી બની રહેલા યુવકને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો.

પહેલા બીયર પિવડાવ્યો પછી કરી હત્યા
જણાવી દઈએ કે ઘટના વાળી રાત્રે આરોપી મહિલા અને તેના ભત્રીજાએ મૃતક સાથે બિયર પાર્ટી કરી. જ્યાં પત્નીએ શરાબમાં પતિને ઊંઘની ગોળીઓ ખવડાવીને તેને ઘેરી ઊંઘમાં સુવડાવી દીધો. જે બાદ બંનેએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પછી સવારે તેના મરવાનું ખોટું નાટક કરતા રહ્યા.

You cannot copy content of this page