Only Gujarat

Bollywood

અમિતાભ બચ્ચનની 23 વર્ષીય દૌહિત્રીને છે આ ગંભીર બીમારી, આમ કર્યો ખુલાસો

મુંબઈઃ અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા એક બિઝનેસવુમન બની ગઈ છે અને તેણે હાલમાં જ તેની સંસ્થા આરા હેલ્થ શરૂ કરી છે. તેમનું આ ઓર્ગેનાઇઝેશન મેન્ટલ હેલ્થ અને તેમની સાથે જોડાયેલી મુશ્કેલીઓ પ્રતિ જાગરૂકતા લાવવાનું કામ કરી રહી છે. આ દરમિયાન નાવ્યાએ પોતે એન્ઝાયટિ સામે ઝૂઝમવાથી તેની સારવાર માટેની થેરાપી વિશે વાત કરતાં ખુલાસો કર્યો છે. નાવ્યાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેમની એન્ઝાયટિ દરમિયાન થયેલી મુશ્કેલી વિશે વાત કરી જોવા મળી રહી છે.

આ ઓર્ગેનાઇઝેશનના ઇન્સ્ટાગ્રામ પેજ પર નવ્યા બીજા કો-ફાન્ડર્સ સાથે જોવા મળી અને તેમણે એન્ઝાયટિમાં તેમને થયેલી મુશ્કેલી અને થેરાપી લેવાના એક્સપીરિયન્સ વિશે વાત કરી હતી.

નવ્યાએ જણાવ્યું કે, ‘શરૂઆતમાં જ તે થેરાપી લેવાની વાત કોઈને જણાવવામાં કમ્ફર્ટેબલ નહોતી. કેમકે, તે મારા માટે નવું હતું. હું આ વિશે વાત કરતાં પહેલાં તેનો અનુભવન લેવા માગતી હતી.’

તેમણે જણાવ્યું કે, ‘મારા પરિવારને આ વિશે જાણ હતી, પણ મારા ફ્રેન્ડ આ વિશે જાણતાં નહોતા. મને નહોતી ખબર કે, અત્યારે હું તેમને જઈને આ વિશે જણાવી શકીશ’

એન્ઝાયટિ સામે ઝઝૂમવા વિશે નવ્યાએ જણાવ્યું કે, ‘મને લાગે છે કે કોઈવાર એવું અનુભવી ચૂકી છું કે, હવે આનાથી ખરાબ બીજી કંઈ ન હોઈ શકે અને મને એવી પણ ખબર નહોતી કે કેમ? મને લાગ્યું કે ઠીક છે, કોઈ વસ્તુને બદલવી જરૂરી છે અને મારે આ વાત કરવાની આવશ્યકતાં છે.’

નવ્યાએ જણાવ્યું કે, ‘હવે અઠવાડિયામાં એકવાર આ મારા રૂટિનમાં છે અને નથી લાગતું કે હવે સ્થિતિ એટલી બેકાર છે, કેમકે દરેક વસ્તુ કન્ટ્રોલમાં છે. હવે મને જાણ થઈ ગઈ છે કે, કઈ વસ્તુ છે જે વારંવાર હેરાન કરતી રહે છે.’

23 વર્ષની નવ્યાએ ન્યૂયોર્કની ફોરડમ યૂનિવર્સિટીથી ડિજિટલ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ છે. આ વર્ષે તેમની ગ્રેજ્યુએશન સેરેમની મુંબઈમાં તેમના ઘર પર થઈ હતી કેમ કે, લોકડાઉનને લીધે તે ન્યૂયોર્ક જઈ શકી નહોતી. નવ્યા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાની દીકરી છે.

પોતાની દીકરીના આ વીડિયો પર તેની મા શ્વેતા બચ્ચને ‘બ્રાવો’ કમેન્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મા-દીકરી વચ્ચે સારું બોન્ડિંગ છે.

ભાઈ અગસ્ત્ય નંદા સાથે નવ્યા નવેલી નંદા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page