Only Gujarat

FEATURED International

સામાન્ય લક્ષણોવાળા કોરોના પોઝિટિવ યુવાઓને 3 સપ્તાહ બાદ થાય છે આ મુશ્કેલી!

હળવા લક્ષણોવાળા કોરોના વાયરસથી સંક્રમિત લોકોને કેટલાક અઠવાડિયાથી સમસ્યા થાય છે. અમેરિકાની અગ્રણી આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ એક અધ્યયનમાં આ વાત કહી છે. CDCએ કહ્યું છે કે,પોઝીટીવ આવવાનાં 14 કે 21 દિવસ બાદ પણ ઘણા લોકો પુરી રીતે સ્વસ્થ નહી હોવાની વાત રિપોર્ટ કરી રહ્યા છે.

વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ અમેરિકન CDCએ એપ્રિલથી જૂન વચ્ચે અમેરિકન પુખ્ત વયના લોકોનો ફોન પર સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન, એ લોકો ઉપર ફોક્સ કરવામાં આવ્યુ છે, જેમાં કોરોનાના હળવા લક્ષણો હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની તક ન હતી.

પોઝીટીવ લક્ષણોવાળા 274 દર્દીઓનો પોઝીટીવ રિપોર્ટ આવ્યાના 2 થી 3 અઠવાડિયા પછી ફોન દ્વારા ફોલો-અપ કરવામાં આવ્યુ હતુ. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે 2 થી 3 સપ્તાહ પછી પણ 35 ટકા દર્દીઓની તબિયત સામાન્ય થઈ નથી.

રિપોર્ટ અનુસાર, 18 થી 34 વર્ષની વયના 26 ટકા લોકો, 35 થી 49 વર્ષની વયના 32 ટકા લોકો, અને 50 વર્ષથી ઉપરના દર્દીઓમાં 47 ટકા દર્દીઓ બે કે ત્રણ અઠવાડિયા પછી પણ તેમની સામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિમાં પહોંચી શક્યા ન હતા.

અમેરિકન CDCના રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતોકે, હોસ્પિટલમાં દાખલ ગંભીર કોરોના દર્દીઓ પર લાંબા ગાળાની અસરો સામાન્ય છે, પરંતુ હળવા લક્ષણોવાળા દર્દીઓને સામાન્ય સ્થિતીમાં પાછા લાવવામાં હજી સુધી સિમિત માહિતી ઉપલબ્ધ છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, જે દર્દીઓમાં પોઝીટીવ આવતા સમયે કફના લક્ષણોમાં હતા, બે કે ત્રણ અઠવાડિયા પછી તેમાં 43 ટકા દર્દીઓમાં કફનાં લક્ષણો હતા.

જે દર્દીઓમાં શરૂઆતમાં શ્વાસ લેવાની તકલીફનાં લક્ષણો હતો, તેમાંથી 35% દર્દીઓમાં 2-3 સપ્તાહ બાદ લક્ષણો હતા અને 29% દર્દીઓમાં થાક અનુભવાય છે, આ લક્ષણો ફોલો-અપ દરમિયાન જોવા મળ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page