Only Gujarat

Health

રોજ સવારે લીંબુ-મધ-પાણી મિક્સ કરીને પીઓ છો? તો આજથી જ થઈ જજો સાવધાન નહીંતર..

વજન વધારવું અને ઘટાડવું બંને ઘણું મુશ્કેલ કામ છે. જો એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવા માટે બેંડ વાગી જાય છે. જો સાચી રીતે અને સારો અપ્રોચ ન હોય તો, વજન ઘટાડવું તંમારા માટે મુશ્કેલ થઈ જશે. કોઈ ક્રેશ ડાયેટિંગ કરે છે તો કોઈ ડેટોક્સ વોટર દ્વારા ચરબી ઘટાડવાનો પ્રયાસ કરે છે. વેટ લોસની જર્નીમાં એક ડ્રિંક જે સૌથી વધારે જાણીતું છે. તે ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવાનું છે. ઘણા લોકો આ પીણાને લીધા બાદ દિવસભર જોરદાર જંકફૂડ ખાય છે. અને પછી રોવે છે કે, તેમનું વજન કેમ ઘટી રહ્યુ નથી? એવામાં આજે અમે તમને જણાવવા ઝઈ રહ્યા છીએ કે, શું ખરેખર લિંબુ અને મધનું પાણી શરીર ઉતારવામાં મદદ કરે છેકે, પછી સાદું હૂંફાળું પાણી વધારે પ્રભાવશાળી છે.

સૌ પ્રથમ, વજન ઘટાડવા સાથે સંકળાયેલ મૂળ મંત્રને જાણો. તમારું વજન ત્યારે જ ઓછું થશે જ્યારે તમે તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે ખાશો. તમારું વજન ઓછું ત્યારે જ શક્ય છે જો તમે શરીરની ઉર્જા ખર્ચ (TEE) કરતા ઓછો ખોરાક લો.

TEE દરેક માણસનાં વજન હાઈટ અને ઉંમર અનુસાર બદલાય છે. ઉપરાંત, તમારું BMR પણ તેમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તમે જેટલી કેલરી બળી રહ્યા છો તે મુજબ, તમારો ખોરાક લો તો જ વજન ઓછું થશે.

કોઈ ક્રેશ ડાયટિંગ અથવા સિંગલ સ્પોટ ડિડક્શન તમને મદદ કરી શકશે નહીં. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લીંબુ અને મધને નવશેકું પાણી સાથે પીવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ તેનું વજન ઘટાડવા સાથે સીધો સંબંધ નથી.

જ્યારે સાદા નવશેકું પાણી તમારા શરીરને ડિટોક્સિફાઇ કરી શકે છે, સાદા હળવા પાણીમાં કેલરી શૂન્ય છે. જો તમને લીંબુની ફ્લેવર જોઈએ છે, તો આ પાણીમાં લીંબુ નીચોવી લો. વિટામિન સી મળશે. પરંતુ તેમાં મધ ઉમારવાનું ટાળવું જોઈએ. મધ તેમાં કેલેરી એડ કરશે.

હૂંફાળું પાણી પીવાથી તમારા શરીરમાં ઘણી સારી અસરો થશે. સૌ પ્રથમ, તમારું શરીર શરીરમાંથી બધા હાનિકારક તત્વોને દૂર કરી દેશે, જેથી તમારું શરીર આપમેળે ગ્લો કરશે અને તમારું પાચન તંત્ર મજબૂત રહેશે.

બીજી બાજુ, જો ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરવામાં આવે છે, તો આના ઘણા ગેરફાયદા છે. લીંબુ અને મધના વધુ પડતા સેવનથી ડિહાઇડ્રેશનની સમસ્યા ઉભી થાય છે. આ કિસ્સામાં, જો તમે લીંબુ મધ પીતા હોય, તો પછી એક ગ્લાસ સાદું પાણી પીવો.

લીંબુ અને મધને ગરમ પાણી સાથે પીવાથી પેટ ખરાબ થાય છે. લીંબુમાં એસિડ હોય છે જે તમારા પેટ માટે સારું નથી.

હૂંફાળા પાણીમાં વધુ માત્રામાં લીંબુ અને મધ પીવાથી કેટલાક લોકોને હાર્ટબર્નની સમસ્યા થાય છે. લોકો ગરમ પાણીમાં મધ મિક્સ કરે છે, જે સાવ ખોટું છે. ગરમ વસ્તુઓમાં ક્યારેય મધ ન મિક્સ કરો.

એટલે કે, જો સવારે માત્ર સાદા ગરમ પાણી પીવામાં આવે તો પણ વજન ઓછું થાય છે. એકમાત્ર શરત એ છે કે તમારે યોગ્ય આહાર અને કસરત પણ કરવી જોઈએ.

You cannot copy content of this page