Only Gujarat

Health

દૂધ સાથે ભૂલથી પણ આ વસ્તુ ના લેતા નહીંતર જીવ ગુમાવશો એ નક્કી!

અમદાવાદઃ દૂધમાં રહેલું કેલ્શિયમ આપણાં હાડકાઓને મજબૂત બનાવે છે. આને કારણે શરીરમાં તાકત આવે છે. ડોક્ટર્સ અને પરિવારના મોટેરાઓ હંમેશાં આપણને દૂધ પીવાની સલાહ આપતા હોય છે. દૂધ આપણી તબિયત માટે ઘણું જ ફાયદાકારક છે.

દૂધ સાથે ઘણીવાર આપણે જાણતા કે અજાણતા એવી વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ કે તેનાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે. સાદું દૂધ પીવાથી આવી કોઈ સમસ્યા સર્જાતી નથી. જોકે, દૂધ સાથે ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓ ખાઈ લીધી તો તમારા જીવન માટે જોખમ ઊભું થઈ શકે છે અને ઘણીવાર તો મોત પણ થઈ શકે છે.

નમકીનઃ મોટાભાગે આપણે દૂધ સાથે કંઈકને કંઈક ખાવાનું પસંદ કરીએ છીએ. જો તમે દૂધની સાથે નમકીન જેવી વસ્તુઓ ખાતા હોવ તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. દૂધની સાથે નમકીન ખાવાથી પેટની બીમારીઓ થઈ શકે છે.

અડદની દાળઃ જો તમે રાતના અડદની દાળ ખાધી હોય અને ત્યારબાદ દૂધ પીતા હોવ તો આજથી જ બંધ કરી દેજો. અડદની દાળ પચવામાં ઘણી જ ભારે હોય છે અને એવામાં તમે દૂધ પીઓ તો તેનાથી તબિયત પર અવળી અસર થાય છે.

ડુંગળીઃ દૂધ પીતા પહેલાં અને પછી હંમેશાં ધ્યાનમાં રાખો કે ડુંગળી ખાવાની નથી. દૂધ પીતા પહેલાં કે પછી જો ડુંગળી ખાશો સ્કીન સંબંધિત બીમારી થઈ શકે છે. તમને ચહેરા પર ડાઘ, ખંજવાળ આવી શકે છે.

You cannot copy content of this page