કોરોના પર મળ્યા એક રાહતના સમાચાર, પોઝિટિવ લોકો લઈ શકશે રાહતનો શ્વાસ!

નવી દિલ્હીઃ એક નવી શોધમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જે લોકો કોરોના સંક્રમણ બાદ સાજા થઇ જાય છે. તેમને બીજી વખત વાયરસનું સંક્રમણ નથી થતું. તેના ઉદાહરણ એવા ત્રણ લોકો છે. જે આ વાયરસથી સંક્રમિત થયા બાદ રિકવર થયા છે. આ લોકો અમેરિકાની સીટલમાં એક માછલી પકડતા જહાજમાં રહ્યાં. અહીં કોરોનાનો કેર હતો પરંતુ આ ત્રણેય લોકો બધા જ પોઝિટીવ દર્દી વચ્ચે પણ સુરક્ષિત રહ્યાં.

આ તારણ એન્ટીબોડી (સીરોલોજિકલ)ની સાથે સાથે વાયરલ ડિટેક્શન (રિવર્સ ટ્રાસક્રિપટેસ-પોલીમરેજ ચેન રીએકશન, યા આરટી-પીસીઆર) પરીક્ષણ પર આધારિત છે. જે જહાજના રવાના થતા પહેલા અને તેના પરત થયા બાદ કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં 18 દિવસ પસાર કર્યાં બાદ ચાલકદળના 122 સભ્યોમાંથી 104 લોકો એક જ સ્ત્રોતથી વાયરસથી સંક્રમિત થયા હતા.

વોશિંગ્ટન યૂનિવર્સિટી (યૂડબ્લ્યુ)ના મેડિસિન ક્લિનિકલ વાયરોલોજી લેબોરેટરીના સહાયક નિર્દેશક અને અઘ્યનના લેખક એલેક્ઝેન્ડર ગ્રેનિંજરે જણાવ્યું હતું કે, તેનાથી જાણી શકાય છે કે એન્ટીબોડીને બેઅસર કરવા અને સાર્સ-કોવ-2ની સુરક્ષા વચ્ચે કોઇ સંબંધ છે. તેના પર વધુ શોધ કરવાની જરૂર છે. કારણે કે, એન નંબર(એન્ટીબોડીવાળા લોકોની સંખ્યા) ઓછી છે.

આ અધ્યન શુક્રવારે પ્રીપ્રિંટ સર્વર મેડિરિક્સ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેનું સંશોધન કેન્સર રિસર્ચ સેન્ટરના સંશોધક યૂડબ્લ્યૂ અને સિએટલના ફ્રેડ હચે કર્યું હતું. આ તારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણે કે આ નિષ્કર્ષથી એ સાબિત થાય છે કે, રોગપ્રતિકારક શક્તિને વધારીને આ મહામારીને માત આપી શકાય છે. આ કારણે એક જટીલ સવાલનો જવાબ મળવામાં પણ મદદ મળી શકે છે કે, શું રોગથી બચવા માટે માત્ર એન્ટીબોડી પર્યાપ્ત છે.

આ પ્રકારના ડેટા મેળવવા સામાન્ય રીતે એક પડકારરૂપ ચોક્કસ છે, કારણ કે વૈજ્ઞાનિક નૈતિકતા તેમને એન્ટીબોડીના કારણે કોઇ સંક્રમણને રોકવવાની તપાસ કરતા રોકે છે. રિસર્ચનું તારણ છે કે કુલ 104 વ્યક્તિની આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યાં. માત્ર ક્રૂના ત્રણ સભ્યો સીરો પોઝિટિવ જોવા મળ્યાં અને તેમના શરીરમાં એન્ટીબોડી જનરેટ થઇ ગઇ હતી. આ ત્રણેય ક્રૂ મેમ્બરમાં વાયરસના કોઇ લક્ષણો જોવા ન મળ્યાં.