Only Gujarat

National

ગંગા-યમુના-સરસ્વતીના સંગમનું દ્રશ્ય સૂર્યગ્રહણના એક દિવસ પહેલા થોડી મિનિટો માટે જ દેખાયું

પ્રયાગરાજના સંગમ પર સૂર્યગ્રહણના એક દિવસ પહેલા, એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું, જે ફક્ત તમે પુસ્તકો અને વાર્તાઓમાં જ સાંભળ્યું હશે. વાસ્તવમાં, પ્રયાગરાજમાં ત્રણ નદીઓનો સંગમ જોવા મળ્યો. લોકો કહે છે કે તેમને ગંગા, યમુના અને સરસ્વતીના એકસાથે દર્શન થયા. આ દુર્લભ દ્રશ્ય સૂર્યગ્રહણના એક દિવસ પહેલા થોડી મિનિટો માટે જ જોવા મળ્યું હતું.

ગંગા-યમુનાના સંગમને તો લોકોએ ઘણીવાર જોયો હશે. પરંતુ ગંગા, યમુના, સરસ્વતીના સંગમના ભાગ્યે જ એકસાથે કોઈએ દર્શન કર્યા હશે. લોકોએ આ દુર્લભ દ્રશ્ય જોયું ત્યારે તેમનો એક જ સવાલ હતો કે ત્રીજી નદી સરસ્વતી તો નથી ને? જો કે, ફોટોમાં નદીઓ સ્પષ્ટ રીતે તેમના સંબંધિત સ્વરૂપોમાં જોવા મળે છે. પરંતુ આ આશ્ચર્યજનક દ્રશ્ય થોડી મિનિટોનું જ હતું. આ પછી, એક પ્રવાહ લુપ્ત થઈ ગયો. ત્યારે, સ્થાનિક લોકો અનુમાન કરી રહ્યા છે કે શું આ સફેદ પ્રવાહ લુપ્ત સરસ્વતી નદીનો છે?

મળતી માહિતી મુજબ, સફેદ પ્રવાહ લુપ્ત થયા પછી, ગંગા અને યમુનાના પ્રવાહો ત્યાં દેખાવા લાગ્યા. હવે આ અદ્ભુત દ્રશ્ય જોયા પછી આધ્યાત્મ અને જ્યોતિષવિદ્યા તેમના જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે. ખરેખર, આ દુર્લભ તસવીર ત્યાં બેઠેલા એક નાવિકે તેના મોબાઇલથી લીધી છે. ત્યારબાદ આ તસવીરો સતત વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, પ્રયાગરાજના સંગમમાં કુંભ અને માઘનો મેળો યોજાય છે. જ્યાં તમામ સાધુ-સંતો અને કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવે છે. લોકો ગંગા અને યમુનાના દર્શન તો કરે છે, પરંતુ લુપ્ત સરસ્વતીના આજ સુધી કોઈને દર્શન નથી થયા. આ ત્રણેય નદીઓના સંગમની તસ્વીર મળ્યા બાદ એ અફવાઓ પર પણ પૂર્ણ-વિરામ લાગી ગયું છે કે જેમાં લોકો કહે છે કે સરસ્વતી નદી અદ્રશ્ય થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે પ્રયાગરાજમાં ત્રણ નદીઓના સંગમ દરમિયાન જોવા મળતી નદીઓમાં વાદળી પાણી યમુના, મેલું દેખાતું પાણી ગંગા અને સફેદ પાણી સંભવત: લુપ્ત સરસ્વતી નદીનું છે, જે વિશે લોકોએ માત્ર સાંભળ્યું જ છે.

લઘુ મહંત લેટે હનુમાન મંદિર અને આધ્યાત્મિક ગુરુ આનંદ ગિરીનું આ વિશે કહેવું છે કે જો આપણે આધ્યાત્મિકતામાં વિશ્વાસ કરીએ તો માતા ગંગા અને યમુના ચવર પ્રતીકો છે. શાસ્ત્રો અનુસાર સરસ્વતી એક નદીના સ્વરૂપમાં છે અને જ્ઞાન ગંગાના રૂપમાં પણ છે. આ બંને સ્વરૂપો કેટલીકવાર પ્રયાગરાજમાં જોવા મળે છે. જ્યારે પણ બે નદીઓનો સંગમ જોવા મળે છે, ત્યારે અહીં સંતોનો ઉત્સવ થાય છે અને દિવ્ય અનુષ્ઠાન કરવામાં આવે છે.

જયારે, જ્યોતિષીઓનું માનવું છે કે જ્યારે બે વાર ગ્રહણ થાય છે ત્યારે કેટલીક વિશેષ ઘટના બને છે અને ગ્રહોને કારણે જ તેમનું આ સ્વરૂપ પ્રગટ થયું છે. દરેક વ્યક્તિને કોઈ ચોક્કસ સમયે તેના દર્શન થશે. પ્રકૃતિ તેનું સ્વરૂપ બદલી રહી છે અને આ ઘટનાઓ સામાન્ય બની જશે. ગ્રહોની અસરો પ્રકૃતિને નવો દેખાવ આપશે.

ન્યૂઝ વેબસાઈટ આજતકના અહેવાલ મુજબ તેમની ટીમ આ વાતનું સત્ય જાણવા સંગમ પહોંચી હતી. ત્યાં તેણે તે વ્યક્તિ સાથે વાત કરી જેણે આ દુર્લભ તસવીરો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી છે. આ વ્યક્તિનું નામ અરૂણ નિશાદ ઉર્ફે છગન છે. તે કહે છે કે આપણે ફક્ત સાંભળ્યું હતું કે અહીં ત્રણેય પ્રવાહો મળે છે. જ્યારે તેણે સૂર્યગ્રહણ પહેલાં આ દુર્લભ દ્રશ્ય જોયું, તો તેણે તેના મોબાઇલ પરથી ફોટો ક્લિક કરી લીધો. હું આ ક્ષણને ક્યારેય ભૂલીશ નહીં.

અરૂણ નિશાદ કહે છે કે અમે અહીં નાનપણથી જ આવીએ છીએ. આજ સુધી સાંભળ્યું હતું કે ત્રણેય પ્રવાહો અહીં ભેગા થાય છે પરંતુ અમે ક્યારેય જોયું નહોતું. સૂર્યગ્રહણ પહેલા અમે આ પ્રથમ વખત જોયું હતું. અમે ગંગા, યમુના, સરસ્વતીનો પવિત્ર સંગમ જોયો. અને કેમેરામાંથી ફોટો પણ ક્લિક કર્યો, પરંતુ તે ક્ષણિક જ હતો અને તે લુપ્ત થઈ ગઈ. અમારા વૃદ્ધ લોકો કહે છે કે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ હંમેશાં અમાસના દિવસે જ થાય છે. (સૌજન્ય-આજતક)

You cannot copy content of this page