Only Gujarat

International

કાચબાએ 87 વર્ષમાં 800 બચ્ચાઓના પિતા બનવાનું મેળવ્યું ગૌરવ, હવે થયો નિવૃત્ત

ઘણીવાર તમે એવા વ્યક્તિ વિશે વાંચ્યું અથવા સાંભળ્યું હશે, જેમાં સામાન્ય લોકો કરતા સેક્સની ઈચ્છા વધારે હોય. આવા લોકોને સેક્સ એડિક્ટ કહેવામાં આવે છે. ઘણી વખત આવા લોકોને સારવારની પણ જરૂર હોય છે. પરંતુ જો કોઈ કાચબાને સેક્સની લત લાગી જાય તો? હા, અમે જે કાચબા વિશે વાત કરી રહ્યા છીએ તેને સેક્સની એટલી ડિઝાયર હતી કે 100 વર્ષના આ કાચબાએ 800 બચ્ચાના પિતા બનવાનું બિરુદ મેળવ્યું છે. પરંતુ હવે આ કાચબાએ નિવૃત્તિ લીધી છે. હવે આ કાચબો બ્રહ્મચર્યને અનુસરશે. એટલે કે, હવે તેનું સમાગમ કોઈ માદા કાચબાથી નહીં થાય. જાણો કેવી રીતે આ કાચબાની સેક્સ ડિઝાયર તેની પ્રજાતિ માટે ફાયદાકારક સાબિત થઈ…

લોકો આ કાચબાને સેક્સ મશીન તરીકે ઓળખે છે. તેણે તેના સેક્સ પાવરને કારણે 87 વર્ષની અંદર તેની લુપ્ત થઇ રહેલી પ્રજાતિને ફરી જીવંત કરી દીધી. ડિએગો નામના આ કાચબાએ અત્યાર સુધીમાં 800 બચ્ચાઓના પિતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ કાચબાને 1960 માં ઈક્વાડોરના ગાલાપાગોસ આઇલેન્ડથી લાવવામાં આવ્યો હતો.

સાન્ટા ક્રુઝ આઇલેન્ડ પર ડિએગોને લાવવાનો મુખ્ય ઉદ્દેશ તેની ઘટતી જતી વસ્તી વધારવાનો હતો. ડિએગોએ પણ આ કાર્ય સારી રીતે નિભાવ્યું.હવે ડિએગો, જે 100 વર્ષનો છે, નિવૃત્ત થયો છે. હવે તેને પાછા ગાલાપાગોસ આઇલેન્ડ પર મોકલવામાં આવશે, જ્યાં તે તેના જીવનના છેલ્લા વર્ષો આરામથી વિતાવી શકે.

કહેવામાં આવે છે કે 1933માં, ડિએગોને કેલિફોર્નિયાથી કેટલાક લોકોએ પકડ્યો હતો. તે પછી તેને સંવર્ધન પ્રોગ્રામ સાથે જોડવામાં આવ્યો હતો.5 ફૂટનો આ કાચબો પરફેક્ટ બ્રીડર સાબિત થયો. તેણે પોતાના વિસ્તારમાં તેની જાતિના કાચબાઓની વસ્તી વધારી દીધી છે.હવે, બાળકો પેદા કર્યા પછી, ડિએગો પરત ઘરે પાછો ફરશે. ઈક્વાડોરના પર્યાવરણ મંત્રાલયે ટ્વીટ કરીને તેનું ઘરે પરત ફરવાનું સ્વાગત કર્યું છે.

ડિએગો સાથે, અન્ય 15 નર કાચબાઓ ને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, આ કાચબાઓ તેમના પેટમાં જંગલી સમુદ્રના છોડના બીજ લઈને જ્યાં ત્યાં ફેલાવે છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી.

વળી, વિસ્તારમાં કાચબાઓની સંખ્યા પણ ઠીક-ઠાક થઇ ગઈ છે. આ કારણોસર આ કાચબાઓને હવે નિવૃત્ત કરાયા છે.

You cannot copy content of this page