Only Gujarat

FEATURED Gujarat

પાલતું ડોગીના અંતિમસંસ્કાર માટે છેક અમેરિકાથી આવી ગુજરાતી યુવતી, ધ્રૂસકે ને ધ્રૂસકે રડી

લિવ ઇન રિલેશનના આ સમયમાં માણસો માટે પ્રેમની પરિભાષા દરરોજ બદલાતી રહે છે. સતત ઝડપી થઇ રહેલા આ યુગમાં સાચો પ્રેમ અને પ્રેમનું મહત્વ બંને ઘટી રહ્યા છે. માણસ માણસથી દૂર જઇ રહ્યો છે. આવા સમયે એક પ્રાણીને પરિવારના સભ્યનો દરજ્જો આપવો અને તેના મૃત્યુ સમયે પરિવારનું જ કોઇ સભ્ય મૃત્યુ પામ્યુ હોય તેવો માહોલ સર્જાય તે ઘણા આનંદની વાત છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે. મુંબઇમાં રહેતા એક પરિવારના પાલતુ માદા શ્વાનનું મૃત્યુ થતા તે પરિવારની અમેરિકા સ્થિત દિકરી સ્પેશિયલ ફ્લાઇટ વડે મુંબઇ પહોંચે છે. આ સિવાય પરિવાર પણ આ શ્વાની યાદમાં ગૌશાળાને કોરા ચેકનું દાન આપ્યુ છે.

છે ને આશ્ચર્યની વાત! આ વાત છે મૂળ ગુજરાતના અને મુંબઇ સ્થાયી થયેલા જૈન પરિવારની. જ્યોતિબેન ઝવેરચંદ ગાલાનો આ પરિવાર મૂળ માંડવી તાલુકાના દેવપર ગઢ ગામનો રહેવાસી છે. આ ઝવેરચંદ ગાલાની દીકરી તન્વીએ એક જૈન સંત પાસે શ્વાનની માંગણી કરી.

પહેલા તો સૌ ચોંકી ગયા, બાદમાં દીકરીને સમજાવવાના પ્રયત્નો થાય. પરંતુ જ્યારે તન્વી એકની બે ના થઇ ત્યારે જૈન સંતે તેને પુનાથી એક મહિનાની માદા શ્વાન મંગાવી આપી. તન્વીએ તેનું નામ ‘કૂકી’ પાડ્યું. બસ પછી તો કૂકી ગાલા પરિવારની જ એક સભ્ય બની ગઇ. જ્યારે તન્વી અભ્યાસ માટે વિદેશ ગયા ત્યારે તે અત્યંત ભાવુક થઇ, કારણ કે છ વર્ષના સાથે બાદ તેણે કૂકીથી અલગ થવું પડ્યું.

તેવામાં 15 સપ્ટેમ્બર 2020ના રોજ કૂકીને ટૂંકી માંદગી અને ઉંમરના કારણે પ્રાણીઓની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં એક દિવસની અંદર કૂકીએ પ્રાણ છોડી દીધા. જેની જાણ થતાં જ તન્વી અમેરિકાથી સ્પેશિય ફ્લાઈટ વડે મુંબઇ પહોંચી હતી. કૂકીના શરીરને કોલ્ડ રુમમાં રાખવામાં આવ્યું હતું. જેને જોઈને તન્વી ઘણી ભાવુક પણ થઇ હતી.

કૂકીની યાદમાં ગાલા પરિવારે જૈન ટ્રસ્ટ સંચાલિત પ્રેમ સુબોધ ગૌશાળાને કોરા ચેકનું દાન કર્યું છે. દેશમાં કદાચ આ પ્રકારનું આ પહેલું વિશિષ્ટ દાન હશે. જેના પરથી પરિવાર અને કૂકીના સંબંધ વિશે અંદાજો લગાવી શકાય છે. પરિવારના જણાવ્યા પ્રમાણે કૂકી ખૂબ લાગણીશીલ હતી. કૂકીએ મુંબઇમાં બે અલગ અલગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા. આ સિવાય કૂકી એકથી સો સુધીના નંબર ઓળખી શકતી હતી. આ ઉપરાંત કૂકી દરરોજ નવકાર મંત્ર પણ સાંભળતી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page