પહેલી જ વાર જ્યારે નીતા ભાવિ પતિ મુકેશ અંબાણીને મળ્યા તો આ જોઈને લાગી હતી નવાઈ!

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી 57 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 1 નવેમ્બર, 1964માં મુંબઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, મુકેશ અને તેમની પત્ની નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ ફિલ્મની કહાણી કરતાં ઓછી નથી. નીતા અંબાણીના જન્મદિવસના અવસરે અમે તમને તેમની જિંદગી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા જણાવીએ. આમ તો, અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ જેઠાણી નીતા અંબાણીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી જન્મદિવસની શુભેચ્છા આપી છે. તેમણે ફોટો શેર કરી લખ્યું કે, ‘એક સમર્પિત પત્ની અને માને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. નીતા અહીં હું તમારા શાનદાર દિવસ, ખુશીથી ભરેલાં વર્ષ, શાંતિ અને નવા રોમાંચની કામના કરું છું.’

ઉલ્લેખનીય છે કે, મુકેશ-નીતાના લગ્ન અરેન્જની સાથે લવ મેરેજ હતાં. એક મિડલ ક્લાસ પરિવારથી આવતી નીતા પહેલીવાર મુકેશ અંબાણીને મળવા તેમના ઘરે ગઈ હતી ત્યારે તેમને જોઈ હેરાન થઈ ગઈ હતી. ખરેખર, ઘરનો દરવાજો મુકેશે જ ખોલ્યો હતો. વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા મુકેશ ખૂબ જ સિમ્પલ લાગી રહ્યાં હતા, જેને જોઈ નીતા અંબાણીને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહોતો. તેમણે વિચાર્યું હતું કે એક અમીર આદમીનો દીકરો આટલો સિમ્પલ કેવી રીતે હોઈ શકે.

નીતાને ડાન્સ અને મ્યૂઝિકમાં ખૂબ જ રસ હતો. 20 વર્ષની ઉંમરમાં તેમણે નવરાત્રિના અવસરે મુંબઈના બિરલા માતોશ્રીમાં કલ્ચરલ પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપવાનું હતું. આ પ્રોગ્રામમાં ધીરુભાઈ અંબાણી અને મા કોકિલાબેન પણ આવ્યાં હતાં. તેમણે નીતા અને તેમનો ડાન્સ ખૂબ જ સારો લાગ્યો અને મનમાંને મનમાં તેમને દીકરા મુકેશ માટે પસંદ કરી લીધી હતી.

નીતાને ડાન્સ અને મ્યૂઝિકમાં ખૂબ જ રસ હતો. 20 વર્ષની ઉંમરમાં તેમણે નવરાત્રિના અવસરે મુંબઈના બિરલા માતોશ્રીમાં કલ્ચરલ પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપવાનું હતું. આ પ્રોગ્રામમાં ધીરુભાઈ અંબાણી અને મા કોકિલાબેન પણ આવ્યાં હતાં. તેમણે નીતા અને તેમનો ડાન્સ ખૂબ જ સારો લાગ્યો અને મનમાંને મનમાં તેમને દીકરા મુકેશ માટે પસંદ કરી લીધી હતી.

નીતાને બિલકુલ વિશ્વાસ થતો નહોતો કે, આટલા મોટા વ્યક્તિની સામે તે ઊભી છે. મુકેશ સાથે 6થી કે 7મી મુલાકાત પછી તે કમ્ફર્ટ અનુભવવા લાગી હતી. તેમને વિચાર્યં હતું કે, ‘આગળનો નિર્ણય તે સ્ટડી પુરી કરીને લેશે.’

નીતાને બિલકુલ વિશ્વાસ થતો નહોતો કે, આટલા મોટા વ્યક્તિની સામે તે ઊભી છે. મુકેશ સાથે 6થી કે 7મી મુલાકાત પછી તે કમ્ફર્ટ અનુભવવા લાગી હતી. તેમને વિચાર્યં હતું કે, ‘આગળનો નિર્ણય તે સ્ટડી પુરી કરીને લેશે.’

નીતાએ શરમાઈને ચહેરો નીચે કરી લીધો અને મુકેશને ગાડી ચલાવવાનું કહ્યું. સિગ્નલ ખુલી ગયું હતું અને પાછળથી ઘણી ગાડીઓ હોર્ન મારી રહી હતી, પણ મુકેશે કહ્યું, ‘જ્યાં સુધી તમે જવાબ નહીં આપો, ત્યાં સુધી હું ગાડી નહીં ચલાવું. આ રોડ પર ટ્રાફિક જામ જેવી હાલત બની રબી હતી. ત્યારે નીતાએ જવાબ આપ્યો હતો કે, ‘યસ…આઇ વિલ… આઇ વિલ…’

લવ પ્રપોઝલ પછી નીતાએ થોડી દૂર જઈ ગાડી રોકાવી અને મુકેશને ગાડીમાંથી બહાર નીકળવા કહ્યું. જ્યારે તે બહાર આવ્યાં તો નીતાએ તેમણે કહ્યું કે, ‘તમે અમીર છો અને હું ગરીબ. જો તમે મને સાચે જ પ્રેમ કરો છો તો તમારે મારી સાથે મારી જેમ જ બસમાં સફર કરવી પડશે.’ મુકેશે તરત જ હા પાડી દીધી અને બંને બસ પર સૌથી આગળની સીટ પર બેસી જુહૂ સુધી સાથે ગયાં. આ પછી નીતા ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગઈ અને મુકેશ પ્રતિ તેમનું દિલ પ્રેમમાં આગળ વધ્યું.

ઘણાં વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘તેમને મુકેશ સામે શરત રાખી હતી કે જો તે લગ્ન પછી પણ તેમને સ્કૂલમાં ભણાવવાની મંજૂરી આપશે તો જ તે લગ્ન માટે હા પાડશે’ મુકેશ અંબાણીએ હા કહ્યાં પછી નીતાએ લગ્ન માટે હા પાડી દીધી અને પરિવારની વબુ બન્યા પછી નીતાએ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું ચાલુ રાખ્યું. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે આકાશ, ઇશા અને અનંત અંબાણી. ઈશા અને આકાશના લગ્ન થઈ ગયાં છે.

નીતા અંબાણી સાસુ કોકિલાબેન સાથે એન્ટેલિયામાં રહે છે. સાસુ અને વહુ વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

નીતા અને મુકેશ અંબાણીના દીકરાની નાની વહુ છે રાધિકા મર્ચેન્ટ. રાધિકાના લગ્ન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સાથે થશે. જોકે, અત્યારે લગ્નની તારીખ નક્કી નથી.