Only Gujarat

FEATURED National

ક્યાં ગઈ માનવતા…કોરોનાથી થયા મોત, અંતિમ સંસ્કારમાં તો ના આવ્યા પણ હવે અસ્થિઓ લેવાનો કર્યો ઈનકાર..!

ચંદીગઢઃ કોરોનાને કારણે સામાજીક અને પારિવારિક સંબંધો પણ પૂર્ણ થવા લાગ્યા છે અને કોરોનાથી મર્યા બાદ પોતાના પરિવારજનો પણ દૂર થતા જોવા મળી રહ્યાં છે. આ જ કારણે મૃત્યુ પામનારાઓની આત્માઓ મોક્ષ માટે રાહ જોઈ રહી છે, કારણ કે પરિવારજનોએ તેમની અસ્થિઓ લઈ જવાનો ઈન્કાર કરી દીધો છે. શિવ મુક્તિ ધામમાં કોરોનાથી મરનારાઓની અસ્થિઓ રાખેલી છે અને અહીંના પદાધિકારીઓ સતત ફોન કરી રહ્યાં છે, પરંતુ લોકો જ અસ્થિઓ લેવાનો ઈન્કાર કરી રહ્યાં છે.

ઘણા પરિવાર એવા છે જે વહેલી તકે અસ્થિઓ લઈ જવાની વાતો કરે છે પરંતુ પછી અસ્થિઓ લઈ જતા નથી. જ્યારે નિષ્ણાંતોના મતે અસ્થિઓથી કોરોના ફેલાતો નથી. ચંદીગઢના સોનીપતના સેક્ટર 15ના શિવ મુક્તિ ધામમાં મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા બાદ કોઈ તાત્કાલિક અસ્થિઓનું વિસર્જન કરતું નથી અને અસ્થિઓને લૉકરમાં રાખી દેવામાં આવે છે. લૉકડાઉનમાં ત્યાંના તમામ 40 લૉકર ભરાઈ ગયા તો 15 લોકોની અસ્થિઓ નિકટના રૂમમાં રાખવી પડી હતી.

લૉકડાઉન પૂર્ણ થવાની સાથે જ 35 અસ્થિઓને પરિવારના લોકો લઈ જતા રહ્યાં અને વિસર્જન પણ કરી દીધું. જોકે હજુપણ 20 અસ્થિઓ અહીં છે, જેમાં 6 કોરોનાના મૃતકોની અસ્થિઓ હતી. શિવ મુક્તિ ધામ કમિટીના પદાધિકારીએ કહ્યું કે, કોરોનાથી મરનારાઓનું અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતાં અને 16 લોકોની અસ્થિઓ ભેગી થઈ હતી. 10ના પરિવારજનો અસ્થિઓ લઈ ગયા જ્યારે 6 મૃતકોની અસ્થિઓ હજુ પણ પડી જ છે. તેમના પરિવારજનોને વારંવાર ફોન કરવામાં આવ્યા હોવા છતાં તેઓ અસ્થિ લેવા આવતા નથી. જેમાંથી અમુક પરિવારે તો અસ્થિ લઈ જવાનો ઈન્કાર જ કરી દીધો છે. આ રીતે અસ્થિઓનું વિસર્જન ના થવાથી મરનારાઓની આત્માને મુક્તિ મળી રહી નથી.

‘શિવ મુક્તિ ધામમાં કોરોનાથી મરનારાના અંતિમ સંસ્કાર થયા હતા અને 16માંથી 6 પરિવારજનો અસ્થિઓ લઈ ગયા નથી. હવે કમિટી દ્વારા સમય મળવા પર તેમની અસ્થિઓ લાવારીસ લોકોની અસ્થિઓની સાથે જ ગંગામાં વિસર્જિત કરવામાં આવશે.’- ડૉ. ડીએલ મલ્હોત્રા, સેક્રેટરી શિવ મુક્તિ ધામ

‘કોરોના કોઈના શરીર થકી ફેલાય છે. પરંતુ અંતિમ સંસ્કાર થયા બાદ તેમની અસ્થિઓથી કોરોના નથી ફેલાતો. આવો કોઈ કેસ નથી આવ્યો કે કોરોના થકી કોઈ બીજાને ચેપ લાગ્યો હોય. તેથી અસ્થિઓ લઈ જવામાં કોઈ ચિંતા નથી.’- ડૉ. દિનેશ છિલ્લર, નોડલ ઓફિસર કોરોના

You cannot copy content of this page