Only Gujarat

Bollywood

બોલિવૂડમાં આવતાવેત છવાઈ ગઈ હતી આ એક્ટ્રેસિસ, સમયનું ચક્ર એવું ફર્યું કે આજે છે ગુમનામ

મુંબઈઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એવી છે, જ્યાં ટોપ પર પહોંચવુ સરળ નથી. અહીં રાતોરાત ઘણાને સફળતા મળી જાય છે. પરંતુ ઘણા લોકો રાતોરાત ગુમનામીમાં પણ જતા રહે છે. જે પછી તેમને બોલિવૂડમાં કોઈ યાદ પણ નથી કરતું. બોલિવૂડમાં ઘણી સુંદર એક્ટ્રેસિસ એવી રહી જેમણે પ્રારંભિક તબક્કામાં હિટ ફિલ્મ્સ આપી પરંતુ આજે તે એક્ટ્રેસિસ ક્યાં છે અને શું કરે છે તે અંગે કોઈને ખબર નથી. આજે અમે અહીં તમારી સમક્ષ આવી જ ગુમનામ થયેલી એક્ટ્રેસિસ વિશે જણાવી રહ્યાં છીએ, જેમાંથી અમુકે તો બોલિવૂડના દિગ્ગજો સાથે પણ કામ કર્યું છે.

અશ્વિની ભાવે: 90ના દાયકાની સુંદર એક્ટ્રેસ અશ્વિની ભાવેએ એક્ટર અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૈનિક’માં કામ કર્યું હતું. ફિલ્મ અને અશ્વિનીના કામની ઘણી પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત તેણે ઘણા એક્ટર્સ સાથે કામ કરી પોતાની અલગ ઓળખ બનાવી હતી. પરંતુ અચાનક જ તેના સ્ટારડમનો અંત આવ્યો અને તે સિલ્વર સ્ક્રિનથી દૂર થઈ ગઈ.

મયૂરી કાંગો: મયૂરીએ ફિલ્મ ‘પાપા કહતે હૈ’માં જુગલ હંસરાજ સાથે લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મ થકી મયૂરીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. જે પછી મયૂરીએ ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું પરંતુ તેના કામની ખાસ પ્રશંસા થઈ નહીં. મયૂરીએ વર્ષ 2009માં અંતિમ ફિલ્મ ‘કુર્બાન’ કરી હતી. આ ઉપરાંત તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય રહી પરંતુ ત્યાંપણ તેને સફળતા મળી નહીં. હાલમાં મયુરી કાંગો દિલ્હીમાં નોકરી કરે છે.

કિમી કાટકર: 80 અને 90ના દાયકામાં જાણીતી એક્ટ્રેસ કિમી કાટકર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘હમ’માં જોવા મળી હતી. આ ફિલ્મનું ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ આજે પણ લોકોને યાદ છે. આ ફિલ્મની સાથે કિમીએ ‘ટાર્ઝન’ ઉપરાંત અન્ય ઘણી ફિલ્મ્સમાં શાનદાર કામ કર્યું. તેણે એડ ફિલ્મ મેકર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા બાદ સિલ્વર સ્ક્રિન કરિયરને છોડવાનો નિર્ણય લીધો હતો.

સોનમ: ‘ઓયે ઓયે ગર્લ’ તરીકે જાણીતી એક્ટ્રેસ સોનમ 90ના દાયકામાં એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે ફેમસ હતી. સોનમે માત્ર 14 વર્ષની વયે ફિલ્મ ‘વિજય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘આખિરી અદાલત’ અને ‘ત્રિદેવ’ જેવી હિટ ફિલ્મ્સ આપનારા ડિરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોનમે ફિલ્મ્સમાં કામ કરવાનું બંધ કર્યું. જે પછી અંડરવર્લ્ડથી સતત મળતી હત્યાની ધમકીના કારણે સોનમ અને તેના પતિએ ભારત છોડી વિદેશમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો.

પ્રીતિ ઝાંગિયાની: ફિલ્મ ‘મોહબ્બતેં’થી સફળતા મેળવનાર એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પ્રીતિની ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મની સફળતા બાદ પ્રીતિ પાસેથી ફેન્સને ઘણી આશા હતી. પરંતુ એક્ટ્રેસ થોડા જ સમયમાં બોલિવૂડથી દૂર થઈ ગઈ અને વર્ષ 2008માં મૉડલ તથા એક્ટર પરવીન ડબાસ સાથે લગ્ન કરી લીધા હતા.

સાંદિલી સિન્હા: ફિલ્મ ‘તુમ બિન’થી ડેબ્યૂ કરનારી સાંદલી સિન્હાએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેણે અમુક જ ફિલ્મ્સ કરી અને તેમાં ‘તુમ બિન’ સિવાય કોઈમાં ખાસ સફળતા મળી નહીં. અંતે તેણે ફિલ્મ્સમાં કામ કરવાનું બંધ કરી દીધુ.

ગ્રેસી સિંહ: ગ્રેસી સિંહને ‘લગાન’માં આમિર ખાન સાથે પ્રથમવાર કામ કરવા મળ્યું. ફિલ્મ અને ગ્રેસી બંનેને સફળતા મળી. જે પછી તે ઘણી ફિલ્મ્સમાં જોવા મળી પરંતુ ખાસ સફળતા મળી નહીં. ગ્રેસી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં જોવા મળી હતી, પરંતુ તે ફિલ્મનું તમામ શ્રેય સંજય દત્તને મળ્યું હતું. ફિલ્મ્સમાં સફળતા ના મળતા ગ્રેસી સિલ્વર સ્ક્રિનથી દૂર થઈ પરંતુ તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ સક્રિય છે.

અનુ અગ્રવાલ: ‘આશિકી’ ફિલ્મની એક્ટ્રેસ અનુ અગ્રવાલે 21 વર્ષની વયે એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી કરી હતી. અનુએ ઘણી ફિલ્મ્સ કરી. પરંતુ ‘આશિકી’ જેવી સફળતા કોઈ અન્ય ફિલ્મ થકી ના મળી. વર્ષ 1999માં તેનો અકસ્માત થયો હતો અને તેના કારણે એક્ટ્રેસની યાદશક્તિ પર અસર થઈ. આ ઉપરાંત તેના હલનચલનની શક્તિ પણ તેણે ગુમાવી અને આ કારણે તે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.

ગાયત્રી જોશી: ગાયત્રી જોશીએ પોતાની પ્રથમ ફિલ્મ ‘સ્વદેસ’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું. ફિલ્મમાં શાહરૂખના હોવા છતાં ગાયત્રીની એક્ટિંગની પણ પ્રશંસા થઈ. ફિલ્મની શાનદાર સફળતાને જોતા તમામે ગાયત્રી મોટી એક્ટ્રેસ બનશે તેવી આશા વ્યક્ત કરી પરંતુ એક્ટ્રેસે તમામને ચોંકાવતા એક્ટિંગ ફિલ્ડ છોડી દીધું.

સ્નેહા ઉલ્લાલ: સલમાન ખાન સાથે ફિલ્મ ‘લકી’થી ડેબ્યૂ કરનાર સ્નેહા ઉલ્લાલે ભવ્ય સફળતા મેળવી હતી. તેનું કરિયર હિટ રહેશે તેમ મનાતુ, પરંતુ આમ થયું નહીં. તેણે સોહેલ ખાન સાથે ફિલ્મ ‘આર્યન’માં કામ કર્યું પરંતુ ફિલ્મ ચાલી નહીં. તે પછી તબિયત બગડવાના કારણે સ્નેહાએ એક્ટિંગ ફિલ્ડ છોડવાનો નિર્ણય કર્યો. જોકે પછી સ્નેહા અમુક મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી.

You cannot copy content of this page