Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્સીમાં પણ તદ્દન બેફીકર બનીને ફરે છે બેગમ કરીના, શોર્ટ ડ્રેસમાં મળી જોવા

કરીના કપૂર અને સૈફ અલી ખાન હિમાચલ પ્રદેશથી પાછા મુંબઈ આવી ગયા છે. સૈફની અપકમિંગ મૂવી ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત અને સૈફ અને તેમનો પરિવાર હિમાચલ ગયો હતો. હવે કામ પુરુ થઈ ગયા પછી બંને મુંબઈમાં સ્પોટ થયાં હતાં.

જેમાં કરીનાએ લાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેમના ચહેરા પર માસ્ક પણ હતું. તો સૈફ અલી ખાન બ્લૂ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ સાથે કેઝુઅલ લુકમાં જોવા મળ્યો હતો.

સૈફ, કરીનાનો હાથ પકડી ફૂટપાથ પર ચાલતો જોવા મળ્યો હતો. તેમને કેમેરાને પોઝ આપતી વખતે પોતાનું નવું હેન્ડ ટેટૂ પણ ફ્લોન કર્યું હતું.

છેલ્લાં કેટલાંક દિવસ પહેલાં કરીનાએ હિમાચલથી દીકરા તૈમૂર સાથેના ફોટો શેર કર્યાં હતાં. જેમાં બંને મા-દીકરો માટીકામ કરતાં જોવા મળ્યા હતાં. તૈમૂર માટીના વાસણ બનાવનારી આ કરીગરીને એન્જોય કરી રહ્યો હતો.

કરીના અને સૈફ અલી ખાને થોડા મહિના પહેલાં પ્રેગ્નન્સિના સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા હતાં. તેમના આ સમાચાર પછી ફેન્સે તેમને ખૂબ જ શુભકામનાઓ આપી હતી.

કરીના ઘણીવાર પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તે ક્યારેય પણ બેબી બંપ ફ્લોન્ટ કેમેરાની સામે આવતા અચકાતી નથી. તૈમૂરના સમયે પણ કરીનાએ સુંદર રીતે પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું.

આ દરમિયાન કરીનાએ કેટલાક પ્રોફેનશનલ વર્ક્સ પણ પુરા કરી દીધા હતાં. તેમણે મેકઅપ રૂમથી પોતાની ટીમ સાથેનો ફોટો શેર કર્યો હતો. બહેન કરિશ્મા સાથે પણ કરીનાએ એક ફોટોશૂટ કર્યું હતું.

કરીનાની અપકમિંગ ફિલ્મોમાં લાલ સિંહ ચઢ્ઢા સામેલ છે. તેમને પ્રેગ્નન્સિ દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ પુરું કર્યું હતું. ફિલ્મના સેટથી તેમણે આમિર ખાન સાથે પોતાનો ફોટો શેર કરી આ માહિતી આપી હતી.

You cannot copy content of this page