Only Gujarat

National

આઈએએસ અધિકારીએ શેર કરી ડૉક્ટર્સની સ્થિતિ દર્શાવતી તસવીર, સોશિયલ મીડિયા પર વાઈરલ

નવી દિલ્હી: કોરોના વાઈરસથી 200થી વધુ દેશ પ્રભાવિત છે. કોરોના મહામારીને પગલે લોકોએ સામાજીક અને આર્થિક ફેરફારો કરવા પડી રહ્યાં છે. આ દરમિયાન આપણા ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે.

આ દરમિયાન તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી બીજાની સેવા કરી રહ્યાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ રહી છે, જે સ્વાસ્થ્યકર્મીઓની સ્થિતિ જણાવી રહી છે.

આઈએએસ ઓફિસર અવનીશ શરણે એક તસવીર શેર કરી છે. જેમાં 10 કલાક બાદ ગ્લવ્સ ઉતારનાર ડૉક્ટરના હાથની સ્થિતિ જોઈ શકાય છે. તેમણે આ તસવીર શેર કરતા લખ્યું કે, ‘આ એક એવા ડૉક્ટરનો હાથ છે જેમણે 10 કલાકની ડ્યૂટી બાદ પીપીઈ કિટ ઉતારી હોય. આવા ફ્રન્ટલાઈન હીરોને સલામ.

’પીપીઈ કિટ પહેર્યાના 8-10 કલાક સુધી ડૉક્ટર્સ તેને ઉતારી શકતા નથી. આ દરમિયાન ખાવા-પીવા કે વૉશરુમ જવા જેવા કામ પણ તેઓ કરી શકતા નથી. આ ઉપરાંત પીપીઈ કિટ પહેરી રાખવાના કારણે તેઓ સતત ગરમીનો સામનો કરતા રહે છે. આવી સ્થિતિમાં તેઓ સતત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે.

You cannot copy content of this page