Only Gujarat

Bollywood

કપિલ શર્મા પાસે છે લક્ઝૂરિયસ વેનિટી વેન, જાણો કપિલની રોયલ લાઈફ વિશે

મુંબઈઃ કપિલ શર્મા કોમેડી માટે અનેક લોકો જાણે છે પણ, તેમને લક્ઝૂરિયર લાઇફસ્ટાઇલ પસંદ છે તે ઓછા લોકોને ખબર હશે. કપિલે ખૂબ જ મહેનતથી સફળતા હાંસલ કરી છે. એક કોમેડી શોમાં ભાગલેનારા કપિલ શર્મા આજે પોતાનો કોમેડિ શૉ ચલાવે છે. કપિલ શર્માની લાઇફસ્ટાઇલ વિશે ઓછાં લોકો જાણે છે. તો અમે તમને જણાવીએ કપિલ શર્માની લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ વિશે.

કપિલ શર્માએ તેમના કરિયરની શરૂઆત ‘ધી ગ્રેન ઇન્ડિયર લાફ્ટર ચેલેન્જ’ શૉથી કરી હતી. આ શોમાં કપિલ શર્માએ કોમોડીથી લોકોમાં ખાસ ઓળખ ઊભી કરી હતી. અત્યારે કપિલ શર્મા તેમનો ખુદનો શૉ ‘ઘી કપિલ શર્મા શૉ’ ચલાવે છે. આ શોથી કપિલ શર્માએ તેમની લાઇફસ્ટાઇલમાં ઘણો બદલાવ કર્યો છે. કપિલ શર્મા વર્ષ 2019માં 35 કરોડ રૂપિયાની આવક સાથે ફોર્બ્સના લિસ્ટમાં 53માં સ્થાને સામેલ થયાં હતાં. આ પરથી કહી શકાય છે કે કઈ રીતે તેમની લાઇફસ્ટાઇલ જીવે છે.

કપિલ શર્મા પાસે 5 કરોડ 5 લાખ રૂપિયાની વેનિટી વાન છે. કહેવામાં આવે છે કે, કપિલ શર્માની વેનિ઼ટી વેન બોલિવૂડની સૌથી મોંઘી વેનિટી વેનમાંથી એક છે. તેમની વેનિટીવેનમાં દરેક સુવિદા છે. કપિલે તેમની વેનિટી વેનના કેટલાક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

આ ઉપરાંત કપિલને મોંઘી કારનો પણ ખૂબ જ શોખ છે. કપિલ પાસે અનેક લક્ઝરી કાર છે. તેમની પાસે એક મર્સિડીઝ કાર છે, જેની કિંમત લગભગ 1 કરોડ 19 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે વોલ્વો એકસસી કાર પણ છે. આ કારની કિંમત લગભગ 90 લાખથી 1.3 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત કપિલ શર્મા પાસે એક રેન્જ રોવર કાર પણ છે.

કપિલ શર્મા પાસે મુંબઈમાં એક આલિશાન બંગલો પણ છે. કપિલ પાસે પંજાબમાં એક આલિશાન ઘર છે. આ બંગલાની કિંમત લગબગ 25 લાખ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા પહેલીવાર વર્ષ 2007માં ટીવી પર જોવા મળ્યા હતા. આ પછી કપિલ શર્માને કરિયરમાં સફળતા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page