Only Gujarat

National

પોલીસ કર્મચારી પત્ની અને પુત્રીની હત્યા કરી પછી પતિએ ઝાડ પર ગળાફાંસો ખાધો

મુંબઈ : મહારાષ્ટ્રમાં ફરી પારિવારિક હત્યા અને આત્મહત્યાની ઘટના બની છે. બુલઢાણામાં પોલીસ વિભાગમાં કાર્યરત પત્ની અને દોઢ વર્ષીય પુત્રીની યુવકે ચાકૂથી હત્યા કરી હતી. આરોપી યુવકનો મૃતદેહ ઘરથી ૧૫ કિલોમીટર દૂર ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસ પ્રાથમિક તપાસમાં હત્યા અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નહોતી.

બુલઢામાનાં પંચમુખી મહાદેવ મંદિર નજીક આ ઘટના બની હતી. ચિખલી પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવતી વર્ષા કુટેના લગ્ન કિશોર કુટે સાથે થયા હતા. આ દંપતીને દોઢ એને ૮ વર્ષીય બે પુત્રી હતી.

આજે બપોરે વર્ષા કુટે ડયુટી પરથી ઘરે આવી હતી ત્યારે આરોપી પતિ કિશોર કુટેએ ધારદાર શસ્ત્રથી ગળું ચીરીને પત્ની વર્ષા અને દોઢ વર્ષીય પુત્રીની હત્યા કરી હતી પછી ઘરથી દૂર જઈ ઝાડ પર ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ચિખલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

સ્કૂલમાં ગઈ હોવાથી મોટી પુત્રીનો જીવ બચી ગયો

આરોપી યુવકની આઠ વર્ષીય પુત્રી સ્કૂલમાં ગઈ હતી. ડબલ મર્ડરની ઘટના બની ત્યારે તે ઘરમાં હાજર નહોતી. કિશોર કુટેએ પત્ની અને પુત્રીની હત્યા કરી પરંતુ ઘરની બહાર હોવાથી મોટી પુત્રીનો જીવ બચી ગયો હતો.

You cannot copy content of this page