કોઈએ 19 તો કોઈએ માત્ર 22 વર્ષની વયે જ કરી લીધા લગ્ન, સફળ કરિયરને છોડવા જરાપ પણ ન કર્યો વિચાર

મુંબઈઃ બોલિવૂડમાં એવી પણ એક્ટ્રેસિસ છે જેમણે પોતાના કરિયરની ઊંચાઈએ પહોંચ્યા બાદ લગ્ન કરી લીધા અને ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. જ્યારે અમુક ફરીવાર સિલ્વર સ્ક્રિન પર આવી તો પણ વર્ષો બાદ. જોકે ત્યારે તેમને લીડ એક્ટ્રેસના સ્થાને સાઈડ એક્ટ્રેસના રોલ કરવા પડ્યા. અમુક એક્ટ્રેસિસે તો લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ છોડી દીધીય આજે અમે તમારી સમક્ષ આવી જ એક્ટ્રેસિસ વિશે જણાવી રહ્યાં છીએ, જેમણે કરિયરના ટોચ પર રહેતા લગ્ન કર્યા અને ઈન્ડસ્ટ્રી છોડી દીધી.

સાયરાબાનો
વિતેલા સમયની એક્ટ્રેસ સાયરા બાનોએ દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. સાયરાએ ‘પડોસન’, ‘જંગલી’, ‘ઝુક ગયા આસમાન’ સહિતની હિટ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 22 વર્ષની વયે તેમણે દિલીપ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

ભાગ્યશ્રી
બ્લૉકબસ્ટર ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીની પ્રથમ ફિલ્મ જ સુપરહિટ રહી હતી. 19 વર્ષની વયે જ ભાગ્યશ્રીએ ફિલ્મ મેકર હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા. તે પછી અમુક ફિલ્મ્સમાં આવી પરંતુ તે ફિલ્મ્સ ફ્લૉપ રહી હતી.

નીતૂ કપૂર
70ના દાયકામાં પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ નીતૂ સિંહે 20 જેટલી ફિલ્મ્સમાં લીડ એક્ટ્રેસનો રોલ કર્યો હતો. આ સમયે તે રિષી કપૂરના પ્રેમમાં પડી અને માત્ર 21 વર્ષની વયે તેમની સાથે લગ્ન કરી લીધા. જ્યારે નીતૂએ લગ્ન કર્યા ત્યારે બોલિવૂડમાં તેમની સફળતાનો ડંકો વાગતો હતો.

ફરાહ નાઝ
28 વર્ષની વયે એક્ટ્રેસ ફરાહ નાઝે વિંદુ દારા સિંહ સાથે લગ્ન કર્યા અને સિલ્વર સ્ક્રિનથી દૂર થઈ ગઈ. છેલ્લે તે 2005માં રીલિઝ થયેલી ફિલ્મ ‘શિખર’માં જોવા મળી હતી.

અસિન
બોલિવૂડ એક્ટ્રેસ અસિનને આમિર ખાનની ફિલ્મ ‘ગઝની’થી સફળતા મળી હતી. તે પછી અસિન સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેડી’ અને અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘હાઉસફુલ 2’માં જોવા મળી હતી. અસિને માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે 2016માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તે પણ સિલ્વર સ્ક્રિનથી દૂર થઈ ગઈ.