Only Gujarat

Bollywood

મળો, કરિશ્મા કપૂરની લાડલીને, મમ્મીના ડિવોર્સ બાદ પણ પપ્પાની છે ખૂબર નિકટ

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરની ભત્રીજી અને કરિશ્મા કપૂરની દીકરી સમાયરા 15 વર્ષની થઇ ગઇ છે. સમાયરાનો જન્મ 11 માર્ચ 2005ના રોજ મુંબઇમાં થયો હતો. જોકે, સમાયરાના મમ્મી પપ્પા એટલે કે કરિશ્મા કપૂર અને સંજય કપૂરના ડિવોર્સ થઇ ચૂક્યા છે તેમ છતાં સમાયરા પપ્પાની ખૂબ નજીક છે. તે પોતાના ભાઇ કિયાન સાથે અનેકવાર પપ્પાને મળવા જાય છે. સમાયરાની સોતેલી મમ્મી પ્રિયા સચદેવા કપૂરે બર્થડે વિશ કર્યું હતું. નોંધનીય છે કે કરીના કપૂરની ભત્રીજી હાલમાં પોતાનો અભ્યાસ કરી રહી છે.

પ્રિયા સચદેવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં સમાયરા પોતાના સોતેલા ભાઇ સાથે જોવા મળી રહી છે. પ્રિયાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે-Happy Birthday  to our gorgeous girl … wow you are 15 today! You are growing into a fine and beautiful young lady… making us all so proud of you sweetheart! we love you. ડિવોર્સ બાદ કરિશ્મા કપૂરની દીકરી સમાયરા અને દીકરા કિયાનની જવાબદારી નિભાવી રહી છે પરંતુ તેમના પિતા સંજય કપૂર બાળકોને મળવા આવતા રહે છે.

13 જૂન 2016ના રોજ મુંબઇની ફેમિલી કોર્ટે કરિશ્મા કપૂર અને સંજય કપૂરના ડિવોર્સને મંજૂરી આપી હતી.

ડિવોર્સ બાદ સંજયે બાળકોના નામ પર 10 કરોડ રૂપિયા ટ્રસ્ટ કર્યા છે તો કરિશ્માને એક ડુપ્લેક્સ ખરીદી આપ્યો છે. નોંધનીય છે કે સંજય બાળકોના અભ્યાસ અને અન્ય ખર્ચ પણ ઉઠાવી રહ્યો છે.

કરિશ્માએ 29 સપ્ટેમ્બર 2003ના રોજ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ કરિશ્માના પ્રથમ અને સંજય કપૂરના બીજા લગ્ન હતા. 2012માં બંન્ને અલગ થઇ ગયા. કરિશ્મા માતા બબિતા સાથે મુંબઇમાં રહેવા લાગી હતી.

સંજયે એપ્રિલ 2017માં પ્રિયા સચદેવ સાથે કોર્ટ મેરેજ કરી લીધા. બંન્ને પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ સંજયના ત્રીજા લગ્ન છે.

પ્રિયા સચદેવા પણ ડિવોર્સી છે અને પ્રથમ લગ્નથી તેને એક દીકરી છે. જ્યારે સંજયથી તેને એક દીકરો છે.

નોંધનીય છે કે સંજય કપૂરની પ્રથમ પત્ની ડિઝાઇનર નંદિતા મહતાની હતી જે ક્યારેક રણબીર કપૂરની પણ ગર્લફ્રેન્ડ રહી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page