હિંમતનગરના પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા, જુઓ તસવીરો

નવરાત્રિમાં ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખેલૈયાઓ મનમુકીને ગરબા રમ્યા હતાં. ત્યારે નવરાત્રિ પૂર્ણ થયા બાદ પણ ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ, નોકરિયાત સહિત વર્ગો માટે એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હિંમતનગરમાં પણ આઇકોન ક્લાસિસ તરફથી ઓમ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ મન મુકીને ગરબા રમ્યા હતાં. આ ગરબામાં વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવ્યા હતાં.

હિંમતનગર ખાતે ઓમ પાર્ટી પ્લોટમાં આઇકોન ક્લાસિસના સંચાલક હાર્દિક પટેલ તથા સ્ટાફ તરફથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ગરબા રમવા આવી પહોંચ્યા હતાં. ગરબામાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે મન મુકીને ગરબે ઘૂમ્યા હતાં.

ડીજેના તાલે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમ્યા હતાં જ્યારે ક્લાસિસ તરફથી ગરબામાં વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતાં. ગરબાની કેટલીક તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જે જોઈને તમારું મન મોહી જશે એ નક્કી છે.