Only Gujarat

National

આ છે 10 કરોડી ભેંસ, માલિકને બનાવી દીધો છે લાખોપતિ

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં 10 કરોડની પાડો ચર્ચામાં વિષય બની છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં ભારત રત્ન સન્માનિત રાષ્ટ્ર ઋષિ નાનાજી દેશમુખની જયંતિ પર આયોજિત ચાર દિવસિય ગ્રામોદય મેળામાં 10 કરોડની પાડો આકર્ષણનું કેન્દ્ર બની છે. જેને જોવા લોકો પડાપડી કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો પાડો સાથે એક સેલ્ફી કે તસવીર માટે તલપાપડ થઈ રહ્યા છે. કરોડોના પાડોનું નામ ગોલૂ-2 છે. આને હરિયાણાના પશુપાલક નરેન્દ્ર સિંહ અહીં લાવ્યા છે.

રોજ 32 કિલો સૂકો અને લીલો ચારો ખાય છે આ પાડો
10 કરોડની પાડો આકર્ષણનું કેન્દ્ર તો બની જ છે, સાથે-સાથે અત્યાર સુધીમાં 20 લાખ કરતાં પણ વધારે કમાણી કરી ચૂક્યો છે. આ પાડો ચાર વર્ષ છ મહિનાની છે. તેના પિતાનું નામ પીસી 483 છે, જે આખા દેશમાં પ્રસિદ્ધ છે. હરિયાણાના પશુપાલક નરેન્દ્ર સિંહે સરકારને નસ્લ સુધાર હેતુથી પીસી 483 ને ભેટમાં આપ્યો હતો અને ગોલૂ-2 પણ એ જ પાડાનો દીકરો છે.

આ પાડો રોજ 32 કિલો સૂકો અને લીલો ચારો, આઠ કિલો ઘઉં, ચણા અને 60 ગ્રામ મિનરલ મિક્સ્ચર ખાય છે. એટલું જ નહીં ગોલૂ-2 નામના પાડાના સીમેનને વેચીને પશુપાલક નરેન્દ્ર સિંહે અત્યાર સુધીમાં લગભગ 20 લાખ કરતાં વધુની કમાણી કરી લીધી છે.

પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું છે પશુપાલકનું
પશુપાલક નરેન્દ્રએ જણાવ્યું કે, આ પાડાની સમકક્ષ આખી દુનિયામાં બીજો કોઈ પાડો નથી. ખેડૂત ભાઈઓને વિનંતિ કરવા ઈચ્છું છું કે, સારા સીમેનનો ઉપયોગ કરી સારાં પશુ તૈયાર કરો, કારણકે આજની મોંઘવારીમાં આમપણ પશુપાલનથી ખાસ ફાયદો મળતો નથી.

તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રકારનાં પશુઓ પાળવાના કારણે તેમનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું છે. દેશમાં જ્યાં પણ આવાં પ્રદર્ષન યોજાય તેઓ ગોલૂ-2 ને લઈને જાય છે, જેથી એ વિસ્તારના ખેડૂત ભાઈઓ એ પાડાને જોઈને જાગૃત થાય અને આવી નસલનું પશુપાલન કરી શકે. અત્યારે લોકો આ પાડાની કિંમત જાણી આશ્ચર્યચકિત છે અને તેની પર્સનાલિટી જોઈ લોકો તેની સાથે ફોટો પડાવવા માટે પડાપટી કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page