Only Gujarat

Bollywood

અનુરાગ કશ્યપ પર છેડતીનો આક્ષેપ મૂકનાર પાયલ ઘોષ અંગે આ ફિલ્મ નિર્માતાનો મોટો દાવો

અભિનેત્રી પાયલ ઘોષે (Payal Ghosh) ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર જાતીય શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓનો આક્ષેપ છે કે અનુરાગ કશ્યપે તેની સાથે જબરદસ્તી કરી અને ઘણું ખરાબ વર્તન કર્યુ હતુ. તેમના આક્ષેપો બાદ હવે ફિલ્મ નિર્માતા આનંદ કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે પાયલ ઘોષે ક્રિકેટર ઇરફાન પઠાણ સામે પણ આવું જ નિવેદન આપ્યું હતું, પરંતુ તેના થોડા કલાકો બાદ તેણે તે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.

તેણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘થોડા દિવસો પહેલા પાયલ ઘોષે ઇરફાન પઠાણ વિશે કંઈક આવું જ કહ્યું હતું, કેવી રીતે ઈરફાને તેની સાથે છેતરપિંડી કરી. પરંતુ થોડા કલાકો પછી પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ‘મુંબઈ પોલીસે સત્ય હકીકત શોધી કાઢવી જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં ચોક્કસપણે તે પોસ્ટનો રેકોર્ડ હશે.

MeToo પર ઉઠાવ્યા સવાલો
આ સાથે આનંદકુમારે MeToo અભિયાન ઉપર પણ સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યુંકે, તેઓ કોઈનો બચાવ નથી કરી રહ્યા, પરંતુ આ ઘટના બન્યાના થોડા વર્ષો પછી કેમ લોકો બહાર આવે છે. પાયલ ઘોષની ભાષાને જોતા, એવું લાગે છે કે તેણી આ બધું પહેલા પણ બોલી શકતી હતી.

અનુરાગ કશ્યપે કહ્યું – આક્ષેપો પાયાવિહોણા છે
આ સાથે જ અનુરાગ કશ્યપે પણ પોતાના પરના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અનુરાગે પાયલના આક્ષેપો અંગે એકબાદ એક અનેક ટ્વીટ્સ કર્યા. સાથે જ, બચ્ચન પરિવારને તેના મુદ્દામાં ઈન્વોલ્વ કરવા બદલ ડિરેક્ટરે પાયલ પર હુમલો કર્યો હતો.

અનુરાગ કશ્યપે લખ્યું- ‘શું વાત છે, મને ચૂપ કરવાનો પ્રયત્ન કરવામાં ઘણો સમય લાગ્યો. ચાલો, કોઈ નહીં. મને ચુપ કરાવતા કરાવતા એટલું જુઠ્ઠુ બોલ્યુ બોલી કે એક સ્ત્રી હોવા છતાં અન્ય મહિલાઓને પણ જોડે ખેંચી લીધી. થોડી તો મર્યાદા રાખો, મેડમ. ફક્ત એટલું જ કહીશ કે તમારા બધા આક્ષેપો પાયાવિહોણા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page