Only Gujarat

Bollywood TOP STORIES

ક્યારેય નહીં જોઈ હોય ધરમપાજીની આ દીકરીને, પહેલી જ વાર જુઓ તસવીર

મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ ધર્મેન્દ્રે હાલમાં જ પોતાની બીજી રેસ્ટોરન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ધર્મેન્દ્ર દિલ્હીના કનોટ પેલેસમાં ગરમ ધરમ ઢાબા નામની રેસ્ટરોન્ટ ચલાવે છે. હવે, તેમણે હરિયાણામાં હી-મેન કરીને નવી રેસ્ટોરન્ટ શરૂ કરી છે. ધર્મેન્દ્રને બે લગ્નથી કુલ છ સંતાનો છે. તેમને પહેલાં લગ્નથી ચાર અને બીજા લગ્નથી બે સંતાનો છે. પહેલાં લગ્નથી ધરમપાજીને સની દેઓલ, બોબી દેઓલ, દીકરી અજેતા તથા વિજેતા છે. બીજા લગ્નથી દીકરી એશા તથા આહના છે. ધર્મેન્દ્ર બીજા લગ્ન હેમામાલિની સાથે કર્યાં છે. હેમામાલિનીની બંને દીકરીઓ પબ્લિકમાં જોવા મળે છે. જોકે, ધર્મેન્દ્રની પહેલી પત્નીની બે દીકરીઓ અજેતા તથા વિજેતા આજ સુધી જાહેરમાં જોવા મળી નથી. જોકે, હાલમાં જ બોબી દેઓલે પોતાની બહેનની તસવીર શૅર કરી હતી.


અજેતા-વિજેતા વિશે વધુ માહિતી નથીઃ ધર્મેન્દ્રની બંને દીકરીઓ અજેતા તથા વિજેતા લાઈમ-લાઈટથી હંમેશાં દૂર રહી છે. માનવામાં આવે છે કે આ બંને અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. બોબી દેઓલે જે તસવીર શૅર કરી તે મોટી દીકરી અજેતાની છે, તેણે લગ્ન કર્યાં છે. માનવામાં આવે છે કે નાની દીકરી વિજેતાએ લગ્ન કર્યાં નથી અને તે બહેન સાથે જ રહે છે. અજેતાની તસવીર પહેલી જ વાર આ રીતે સામે આવ છે. દીકરી વિજેતાનાં નામ પરથી ધર્મેન્દ્ર 1983માં પ્રોડક્શન હાઉસ વિજેતા ફિલ્મ્સ શરૂ કર્યું હતું. ધર્મેન્દ્ર હોમ પ્રોડક્શન હેઠળ ‘બેતાબ’ બનાી હતી અને આ ફિલ્મથી સનીએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બોબી દેઓલે પણ હોમ પ્રોડક્શન ફિલ્મ ‘બરસાત’થી ડેબ્યૂ કર્યું હતું. સનીના દીકરા કરને પણ હોમ પ્રોડક્શનથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.


ધર્મેન્દ્રે બે લગ્ન કર્યાં: ધર્મેન્દ્રે 1954માં પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યાં હતાં. આ લગ્નથી તેમને ચાર સંતાનો થયા છે. 1980માં ડિવોર્સ આપ્યા વગર જ ધર્મેન્દ્રે બોલિવૂડ એક્ટ્રેસ હેમા સાથે લગ્ન કર્યાં હતાં.


મુસ્લિમ ધર્મ અપનાવીને કર્યાં લગ્નઃ ધર્મેન્દ્રે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા નહોતાં અને તેઓ હેમા સાથે લગ્ન કરવા માગતા હતાં. આથી જ ધર્મેન્દ્ર તથા હેમાએ ધર્મ પરિવર્તન કરીને બીજા લગ્ન કર્યાં હતાં.


બંને પરિવાર અલગ-અલગ રહે છેઃ ધર્મેન્દ્રનો પહેલી પત્નીનો પરિવાર તથા બીજી પત્નીનો પરિવાર અલગ રહે છે. બંને પરિવાર એકબીજાના ઘરે જતો નથી. જોકે, સની તથા બોબી સાવકી માતા હેમાની બંને દીકરીઓને પોતાની સગી બહેનો જેવી માને છે. જોકે, બંને બહેનના લગ્નમાં ધર્મેન્દ્રનો પ્રથમ પરિવાર હાજર રહ્યો નહોતો.


ધર્મેન્દ્ર મોટાભાગનો સમય ફાર્મહાઉસમાં વીતાવે છેઃ 84 વર્ષીય ધરમપાજી મુંબઈમાં નહીં પરંતુ પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં રહે છે. અહીંયા તેમની પત્ની પ્રકાશ કૌર તથા હેમામાલિની વારાફરતી આવે છે. ધર્મેન્દ્ર અહીંયા ખેતી કરે છે અને તેમને ગાય-ભેંસો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page