Only Gujarat

Bollywood

અત્યાર સુધીના સૌથી બોલ્ડ અંદાજમાં જોવા મળી અજયની 19 વર્ષની દીકરી

અજય દેવગનની દીકરી ન્યાસા ભલે હજી સુધી બોલિવૂડમાં જોવા મળી નથી. જોકે, ન્યાસા લાઇમલાઇટમાં રહેતી જ હોય છે. ન્યાસા હાલમાં જ બોલિવૂડ સિંગર કનિકા કપૂરના રિસેપ્શનમાં મિત્રો સાથે જોવા મળી હતી. 19 વર્ષીય ન્યાસા દેવગનના મિત્ર ઓરહાને સો.મીડિયામાં કનિકાના રિસેપ્શનના ફોટો શૅર કર્યા હતાં.

ન્યાસાના ફ્રેન્ડે સો.મીડિયામાં તસવીરો શૅર કરી
રિસેપ્શનમાં ન્યાસા સ્ટાઇલિસ્ટ અંદાજમાં જોવા મળી હતી. ન્યાસાએ લાઇટ પિંક ડીપ નેક ગાઉન પહેર્યું હતું. તેણે વાળ ઓપન રાખ્યા હતા. તેણે હૂપ ઇયરરિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરનું રિસેપ્શન લંડનમાં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યૂઝિયમમાં યોજવામાં આવ્યું હતું.

ન્યાસા લંડનમાં ભણે છે
ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. મે મહિનાની શરૂઆતમાં ન્યાસા એક્ટર અર્જુન રામપાલની દીકરી માહિકા તથા અન્ય ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે લેકમે ફેશનવીક 2022માં ન્યાસા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં જોવા મળી હતી.

અજય-કાજોલે 1999માં લગ્ન કર્યા
કાજોલ તથા અજય દેવગને 1999માં લગ્ન કર્યા હતા. 2003માં કાજોલે દીકરી ન્યાસા અને 2010માં દીકરા યુગને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ અજય દેવગને દીકરીના બોલિવૂડ ડેબ્યૂ અંગે વાત કરી હતી.

અજયે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે દીકરીને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે કે નહીં. હાલમાં તો તેને એક્ટિંગમાં રસ નથી. જોકે, બાળકોનું મન ગમે ત્યારે બદલાઈ જાય છે. તે વિદેશમાં છે અને અભ્યાસ પર ફોકસ કરી રહી છે.

કનિકાએ 20મેએ લગ્ન કર્યા
કનિકાએ 20 મેના રોજ NRI બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કનિકાએ 18 વર્ષની ઉંમરમાં રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ 2010 ડિવોર્સ લીધા હતા. કનિકા કપૂરને ત્રણ સંતાનો આયના, સમારા તથા યુવરાજ છે.

You cannot copy content of this page