Only Gujarat

Bollywood FEATURED

બેગમ કરીના કપૂરની લાઈફસ્ટાઈલ છે એકદમ રજવાડી, આ રીતે ઠાઠમાઠ સાથે કરે જીવે છે જિંદગી

કરીના કપૂર (Kareena Kapoor) 40 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઇમાં રણધીર કપૂર અને બબીતાના ઘરમાં થયો હતો. તેની મોટી બહેન કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. બૉલીવુડમાં ફિલ્મ ‘રેફ્યુજી’ (2000) થી એન્ટ્રી કરનારી કરીનાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તો, જો આપણે કરીનાની સંપત્તિ વિશે વાત કરીએ, તો તેણી પાસે કરોડોનો વૈભવી બંગલો, લક્ઝરી કાર, કોરોડોનો પટૌડી પેલેસ છે. તે તો બધા જ જાણે છે કે કરીનાએ પોતાના કરતા 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કપલને એક પુત્ર તૈમુર અલી ખાન છે. કરીના ફરી ગર્ભવતી છે અને નવા વર્ષે બાળકને જન્મ આપશે.

બોલિવૂડના ફેમસ કપલની યાદીમાં સૈફ અને કરીનાનો સમાવેશ થાય છે. તે બંને તેમની ફિલ્મોને લઈને તો ચર્ચામાં રહે જ છે તેનાં કરતાં તેમની જીવનશૈલી વિશે વધુ ચર્ચામાં રહે છે. સંપત્તિની વાત કરવામાં આવે તો સૈફ-કરીના ઈન્ડ્સ્ટ્રીનાં ટૉપ સેલેબ્સના લિસ્ટમાં સામેલ થાય છે.

હરિયાણાના પટૌડી ગામમાં પુશ્તેની મહેલ છે, જેને પટૌડી પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. તેની કિંમત આશરે 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મહેલને બન્યાને લગભગ 84 વર્ષ થયા છે. આ મહેલ 1935 માં 8મા નવાબ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈફ્તિખાર અલી હુસેન સિદ્દીકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. મહેલમાં 150 રૂમો છે અને એકસમયે 100થી વધુ નોકરો કામ કરતાં હતા.

સૈફ-કરીના મુંબઇમાં લક્ઝુરિયસ બંગલો ધરાવે છે, જેનું નામ ફોર્ચ્યુન હાઇટ્સ છે. તેની કિંમત આશરે 48 કરોડ રૂપિયા છે. આ ઘરમાં સૈફ-કરીના પુત્ર તૈમૂર સાથે રહે છે. આ બંગલાની સજાવટમાં રાજસી ઝલક દેખાય છે.

સૈફને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે, આ જ કારણે આ મકાનમાં પુસ્તકો માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. ઘરમાં વિંટેજ લેમ્પ્સ અને નવાબી શાનની સજાવટની ચીજો છે.

રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને કરીનાએ સ્વિટ્ઝરલેન્ડમાં પણ એક લક્ઝુરિયસ ઘર ખરીદ્યુ છે. આ મકાનની કિંમત આશરે 33 કરોડ હોવાનું કહેવાય છે.

અહેવાલો અનુસાર, પટૌડી પરિવાર પાસે ભોપાલમાં પણ અબજો રૂપિયાની સંપત્તિ છે. તેમાં 1000 એકર કિંમતી જમીન પણ શામેલ છે, જ્યાં ફ્લેગ સ્ટાફ હાઉસ છે.

જ્યાં સૈફ પાસે પાંચ હજાર કરોડની સંપત્તિ છે, તો કરીના પાસે 450 કરોડની સંપત્તિ છે. તે એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયા ફી લે છે.

આ દંપતી પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેની પાસે ઑડી ક્યૂ 7, બીએમડબ્લ્યુ 7 સિરીઝ, લેક્સસ એલએક્સ 470 સહિતના અન્ય કાર તેની ગેરેજમાં પાર્ક કરે છે.

સૈફે 2012માં કરીના સાથે લગ્ન કર્યા હતા. અગાઉ, તેઓએ એકબીજાને ત્રણ વર્ષ માટે ડેટ કર્યુ હતુ. તેણે કરિનાને જે સગાઈની વીંટી પહેરાવી હતી, તેની કિંમત બે કરોડ રૂપિયા હતી. સૈફે 1.30 કરોડની કાર તૈમૂરને ભેટમાં આપી હતી. તૈમૂરને પહેલા જન્મદિવસ પર 1000 ચોરસ ફૂટમાં ફેલાયેલું જંગલ ભેટમાં આપવામાં આવ્યુ હતું.

ફિલ્મો ઉપરાંત સૈફ-કરીના જાહેરાત, એન્ડોર્સમેન્ટ, શો સહિતના અન્ય સોર્સિસમાં પણ જોરદાર કમાણી કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page