પિતાએ જ પોતાના 5 બાળકોને મોતને ઘાટ ઉતાર્યાં, લાશ મળ્યાં બાદ અનેક રાઝ ખુલ્યા

કોઇ હોરર ફિલ્મને ટક્કર મારે તેની ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે પોતાના જ પાંચ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા આવું કરવાનું તેને એક તાંત્રિકે કહ્યું હતું. આરોપીની પત્ની છઠ્ઠી વખત ગર્ભવતી થઇ હતી. પતિ તાંત્રિક પાસે પહોંચ્યો. તે ઘણા સમયથી તાંત્રિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાગલ જેવું વર્તન કરતો હતો. તે તાંત્રિક શક્તિઓની મદદથી ખજાનો શોધવા માગતો હતો. તાંત્રિકે આઇડિયા આપ્યો કે છઠ્ઠા બાળકના જન્મ પહેલા જો તે પોતાના બાળકોની બલી ચઢાવી દેશે તો તેની મનોકામના પૂર્ણ થઈ જશે. માનસિક રીતે અસ્થિર થઇ ચૂકેલા પિતાએ 15 જુલાઈએ પોતાની બે માસુમ પુત્રીની હત્યા કરી નહેરમાં ફેંકી દીધી એ પહેલા તે 8 વર્ષની અંદર પોતાના ત્રણ અન્ય બાળકોની પણ હત્યા કરી ચૂક્યો હતો.

હ્રદય કંપાવતી આ ઘટના હરિયાણાના જીંદમાં આવેલા ડિડવાડા ગામમાં બની છે. આ મામલાનો ખુલાસો તેની ગાયબ થયેલી બે માસુ બાળકીની લાશ મળ્યા બાદ થયો. તમામ બાળકોની ઉંમર 11 વર્ષથી નીચે હતી. 15 જુલાઇએ જ્યારે ગામમાંથી બે બાળકી ગાયબ થઇ તો હડકંપ મચી ગયો હતો. આ બાળકીઓના પિતાએ ખુબ હોબાળો કર્યો હતો પરંતુ જ્યારે થોડા દિવસ પહેલા બુટાના લિંક નહેરમાંથી બાળકીઓના મૃતદેહ મળ્યા ત્યારે તપાસ બાદ પિતાની હેવાનિયત સામે આવી. ગુરુવારે પંચાયતની સામે આરોપી પિતા જુમ્માદીને પોતાનો ગુનો કબૂલી લીધો. જો કે ત્યારબાદ પણ તેના ચહેરા પર કોઇ અફસોસ દેખાઇ રહ્યો ન હતો.

હત્યારા પિતાએ પંચાયત સામે પછતાવા વગર કહ્યું કે તાંત્રિક સિદ્ધિ પ્રાપ્ત કરવા તાંત્રિકે બાળકોને મારવા માટે કહ્યું આથી મેં તેને મારી નાખ્યા. છેલ્લે જ્યારે જુમ્માદીનની પત્ની ગર્ભવતી થઇ તો તે તેને તાંત્રિક પાસે લઇ ગયો હતો.

તાંત્રિકે છઠ્ઠી વખત ગર્ભવતી થયેલી પત્ની રીનાને જોઇને આરોપીને કહ્યું હતું કે આ તક છે જેનાથી તાંત્રિક શક્તિ પ્રાપ્ત કરી શકે છે. જો તે બાળકને જન્મ પહેલા પોતાના અગાઉના બાળકોની બલિ ચઢાવી દે તો તેની ગરીબી દૂર થઇ જશે.

જુમ્માદીને પોતાની બે પુત્રી મુસ્કાન(11) અને નિશા (7)ની 15 જુલાઇએ હત્યા કરી હતી. આરોપીએ જણાવ્યું કે તે બંનેને 14 જુલાઇએ મારવા માગતો હતો પરંતુ ઘરની સામે મેકેનિકની દુકાન છે. દુકાન એ દિવસે મોડી રાત સુધી ખુલી રહી આથી ફરી બીજા દિવસે ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ સમગ્ર પરિવારને ઉંઘની દવા ખવડાવી દીધી હતી. પછી એક બાળકીને બાળક પર આગળ બેસાડી અને સૌથી નાનીને પીઠ પર કપડાથી બાંધી નહેરમાં જઇને ફેંકી દીધી.

18 જુલાઇએ ગામના એક મુક-બધિર વ્યક્તિએ નિશાના મૃતદેહ સાહનપુર પાસે પસાર થતી હાંસી-બુટાના નહેરમાં પડેલો જોયો હતો. તેણે ઇશારાથી ગામમાં જઇને આ વાત બધાને જણાવી. ત્યારબાદ 20 જુલાઇએ મુસ્કાનની લાશને બહાર કાઢી. બાદમાં પુછપરછમાં જુમ્માદીને પોતાનો ગુનો કબૂલી લીધો.

હત્યારાની પત્ની રીનાને લાગતું હતું કે કોઇ દૈવીય પ્રકોપથી તેના બાળકો મરી રહ્યાં છે. એક વર્ષ પહેલા જ્યારે તેનો ગર્ભપાત થયો તો આરોપી તેને લઇને કૈથલના તાંત્રિક પાસે ગયા હતા. તાંત્રિકે યુવક હોવાની વાત કહી તંત્ર-મંત્ર કર્યા હતા.

ડીઆઇજી અશ્વિણ શેણવીએ જણાવ્યું કે આરોપીની સાથે તાંત્રિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. નિશાની જ્યારે લાશ મળી તો તેના માથા પર વાળ ન હતા. આરોપીએઆ તંત્ર-મંત્ર માટે તે કાપી નાખ્યા હતા. પોલીસે કાતર અને વાળ જપ્ત કરી લીધા.

હત્યારા પિતા જુમ્માદ્દીને 11 વર્ષની મુસ્કાન અને 7 વર્ષની નિશાને ઉંઘની ગોળી ખવડાવી બેહોશ કરી હતી. પછી તેને લઇ જઇ નહેરમાં ફેંકી દીધી. હત્યારા પિતા જુમ્માદ્દીને વર્ષ પહેલા બે વર્ષના નબીને સલ્ફાસ ખવડાવી મારી નાખી હતી. હત્યારા જુમ્માદીને આ દર્દનાક ખેલની શરૂઆત 8 વર્ષ પહેલા 9 મહિનાની નિશાનું ગળું દબાવી હત્યા કરી હતી.

હત્યારા જુમ્માદીને 15 જુલાઇને મુસ્કાનની સાથે 7 વર્ષની આ નિશાને પણ નીંદની ગોળી ખવડાવી બેહોશ કરી પછી નહેરમાં ફેંકી દીધા હતા. મુસ્કાન અને નિશાની લાશ મળ્યા બાદ આ દર્દનાક કાંડનો ખુલાસો થયો.

નહેરથી જ્યારે મુસ્કાન અને નિશાનની લાશ કાઢવામાં આવી રહી હતી ત્યારે આવી રીતે સમગ્ર ગામ એકત્રિત થઇ ગયું હતું.