Only Gujarat

FEATURED National

દારૂડિયા પતિથી કંટાળીને પત્નીએ હાથ બાંધી પછી જે કર્યું તે જાણીને તમે ચોંકી જશો

નોએડાના સેક્ટર 20માં થયેલા હત્યાકાંડ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે એક યુવકની હત્યાના કેસમાં તેની પત્નીની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ તેણીએ પોતાનો ગુનો પણ કરી લીધો છે. પત્નીએ જણાવ્યું કે તેનો પતિ દારૂ પીને ઘરે આવતો અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો. એ વાતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો ત્યારબાદ તેણે પતિને દોરડાથી બાંધી વેલણથી ગળું દબાવી હત્યા કરી દીધી.

આ મામલે ખુલાસો થયા બાદ વિસ્તારમાં રહેતા લોકોમાં હડકંપ મચી ગયો. 26 જુનની સવારે થાના સેક્ટર 20ની પોલીસને સેક્ટર 8ના વિસ્તારમાં લોહીથી લથપથ લાશ મળી હતી. પોલીસે અજાણા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુવકની ઓળખ 32 વર્ષના ચુન્નુ પાસવાન તરીકે થઇ હતી. તે બિહારના પટનાનો રહેવાસી હતો.

ચુન્નુ પાસવાન ઇ-રિક્શા ચલાવવાનું કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને 2 પુત્ર છે. તેનો પરિવાર સેક્ટર 8ની ઝૂપડપટ્ટીમાં રહે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ચુન્નુનું મૃત્યું ગળુ દબાવવાથી થયું છે. વિસ્તારમાં રહેતા લોકોની પુછપરછ કરવામાં આવી જેમાં ખુલાસો થયો કે ચુન્નુ પાસવાનને દારૂ પીવાની લત હતી. તે દારૂ પીને પોતાની પત્ની સાથે ઝઘડો કરતો અને મારપીટ પણ કરતો.

શંકા જતા પોલીસે મૃતકની પત્નીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી. મહિલાએ જણાવ્યું કે તે પોતાના પતિની દારૂ પીવાની લતથી ખુબ જ પરેશાન હતી. આ વાતથી તેનો મકાન માલિક પણ ખુબ પરેશાન રહેતો હતો. તેની હરકતોના કારણે એ લોકોને ઘણીવાર મકાન પણ છોડવું પડ્યું છે. સેક્ટર-8ના મકાનમાં પણ તે અંદાજે 2 મહિના પહેલા જ આવ્યા છે.

પત્નીએ જણાવ્યું કે તેણે પોતાના પતિને નશા મુક્તિ કેન્દ્રમાં પણ મોકલ્યો પરંતુ તેમ છતા તેનામાં કોઇ બદલાવ આવ્યો નહીં. 25 જુનની રાતે તેનો પતિ દારૂ પી ઘરે ફર્યો અને નશામાં તેની સાથે મારપીટ કરવા લાગ્યો.

ત્યારબાદ તેણે પતિના હાથ દોરડાથી બાંધી વેલણથી તેનું ગળું દબાવી દીધું હતું જેના કારણે તેનું મૃત્યુ થઇ ગયું. પોલીસે મહિલાને સાથે રાખી વેલણ અને દોરડું કબજે કર્યું અને મહિલાને જેલ મોકલી દેવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page