Only Gujarat

National TOP STORIES

યુવકે રસ્તા પર સૂઈને કલાકો સુધી મચાવ્યો હોબાળો, ટ્રાફિકની લાગી લાંબી લાઈનો

ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં બેગમપુલ ચાર રસ્તા પર એક શખ્સ પોતાને કોરોના પોઝિટિવ ગણાવી કારની આગળ સૂઇ ગયો. ચાર રસ્તે આ શખ્સ વારંવાર કહી રહ્યો હતો કે તે કોરોના પોઝિટિવ છે. યુવકનું કહેવું છે કે અનેક વખત ફરિયાદ કર્યા બાદ પણ સ્વાસ્થ્ય વિભાગ મારી તપાસ કરી રહ્યું ન હતું. બાદમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને યુવકને સમજાવીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો.

ચાર રસ્તા પર કોરોના પોઝિટિવ શબ્દ સાંભળતા જ પોલીસ અને સામાન્ય જનતા દંગ રહી ગઇ. યુવકે રસ્તા વચારે હોબાળો મચાવ્યો અને એક કારની આગળ કૂદી ગયો. એટલું જ નહીં તેણે સ્વાસ્થ્ય વિભાગ પર બેદરકારીના આરોપ પણ લગાવ્યા. તેનું કહેવું છે કે હું કોરોના પોઝિટિવ છું તેમ છતા સ્વાસ્થ્ય વિભાગ મારી તપાસ કરી રહ્યું નથી. જાણકારી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ જ્યારે પોલીસકર્મી તેને હટાવવા લાગ્યા તો તે કહેવા લાગ્યો કે મને અડતા નહીં હું કોરોના પોઝિટિવ છું. આ સાંભળતા જ પોલીસ જવાન પાછળ હટી ગયા અને યુવકથી દૂરી બનાવી લીધી. બાદમાં યુવકને અલગ બેસાડી દેવામાં આવ્યો.

જ્યારે એમ્બ્યુલન્સ આવી તો યુવકના સૂર બદલાઇ ગયા. તે એમ્બ્યુલન્સમાં બેસવા માટે આનાકાની કરવા લાગ્યો. પોલીસનું કહેવું છે કે યુવક નોટંકી કરી રહ્યો હતો અથવા હકિકતમાં તેને કોઇ સમસ્યા હોઇ શકે છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવશે. પરંતુ મેરઠના બેગમપુલ ચાર રસ્તા પર થોડા સમય માટે આ હંગામો સન્નાટામાં ફેરવાઇ ગયો.

એસઓ સદ બજાર વિજય ગુપ્તાએ જણાવ્યું કે આ ઘટના વિશે જાણ થયા બાદ હેલ્થ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી. હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ તુરંત એક્ટિવ થઇ ગઇ અને તે ચાર રસ્તા પર પહોંચી ગઇ પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ આવી અને સ્ટાફે યુવકને પુછ્યું કે શું સમસ્યા છે તો તેના સૂર બદલી ગયા.

પહેલા એમ્બ્યુલન્સ સ્ટાફે પુછ્યું કે શું તેને તાવ છે તો તે બોલ્યો કે હવે સારું છે. પછી તેને પુછવામાં આવ્યું કે શું તેને શ્વાસ લેવામાં તકલીફ છે તો યુવકે કહ્યું હવે આરામ છે. પછી જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તેને ખાંસી છે તો યુવકે કહ્યું હવે આરામ છે.

એમ્બ્યુલન્સ ચાલકે કહ્યું કે આ યુવક એકદમ સાજો છે. પરંતુ તેમ છતા પોલીસે એમ્બ્યુલન્સ ટીમને કહ્યું કે તેને હોસ્પિટલ લઇ જાય. હવે હોસ્પિટલ પ્રશાસન નક્કી કરશે કે તેની તપાસ કરવામાં આવે કે નહીં. યુવક ખુદ કંકરખેડા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

તો લોકોનું કહેવું છે કે યુવકની માનસિક સ્થિતિ સારી નથી આથી જ તેણે આવું નાટક કર્યું. હાલ પોલીસ અને હોસ્પિટલ વિભાગ મામલાને ગંભીરતાથી લઇને તપાસ કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page