Only Gujarat

National

103 રૂપિયામાં થશે કોરોનાનો ખાત્મો, ભારતીય કંપનીની દવાને સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાઈરસના હળવા લક્ષણવાળા દર્દીઓ માટે દવાની શોધ થઈ ગઈ છે. સારી વાત એ છે કે આ દવા માત્ર 103 રૂપિયા છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ (Glenmark Pharmaceuticals)એ કોવિડ-19ના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર માટે એન્ટીવાઈરલ દવા ફેવિપિરાવિરને ફેબિફ્લૂ બ્રાન્ડ નેમ સાથે લોન્ચ કરી છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી 12,970 લોકોના મોત થયા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5893 લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં શુક્રવારે 3137 દર્દીઓ વધ્યા હતા, જ્યારે મુંબઈ બાદ સૌથી વધુ 66 લોકોના મોત થયા હતા.

ગ્લેનમાર્ક ફાર્મા.એ શોધેલી દવા ફેબિફ્લૂ પ્રથમ દિવસે 1800 એમજીના 2 ડોઝ લેવાના રહેશે. તે પછી 14 દિવસ સુધી 800 એમજીના 2 ડોઝ લેવાના રહેશે. કંપની સરકાર અને મેડિકલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરશે જેથી સમગ્ર દેશના દર્દીઓને આ દવા સરળતાથી મળી શકે. આ દવા ડૉક્ટરની સલાહ પર 103 રૂપિયા પ્રતિ ટેબલેટની કિંમતે મળી રહેશે.

કંપનીએ કહ્યું કે, ફેબિફ્લૂ કોવિડ-19ની સારવાર માટે ફેવિપિરાવિર દવા છે, જેને મંજૂરી મળી છે. ગ્લેમાર્ક ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન તથા એમડી ગ્લેમ સલ્દાન્હાએ કહ્યું કે,‘આ મંજૂરી એવા સમયે મળી જ્યારે ભારતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

આ સમયે ભારતને આ દવાની ઘણી જરૂર છે. ’ કંપનીએ શનિવારે આ દવા અંગે માહિતી આપી. મુંબઈની કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેમને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)થી આ દવાના પ્રોડક્શન અને માર્કેટિંગની મંજૂરી મળી ગઈ છે.

ગ્લેનમાર્ક ફાર્માએ કહ્યું કે, નજીવા લક્ષણવાળા એવા દર્દીઓ જેમને ડાયાબિટીઝ કે હૃદયની બીમારી છે, તેમને પણ આ દવા આપી શકાય છે. સલ્દાન્હાએ કહ્યું કે, ક્લિનિકિલ ટ્રાયલમાં ફેબિફ્લૂએ કોરોના વાઈરસના હળવા લક્ષણોવાળા દર્દીઓ પર સારી અસર જોવા મળી છે. આ દવા પાણી સાથે લેવાની રહેશે, જે સારવારનો એક સરળ વિકલ્પ છે.

You cannot copy content of this page