Only Gujarat

Bollywood

સલમાન ખાનની આ એક્ટ્રેસની હાલત થઈ હતી આવી, છતાંય ના હારી હિંમત

મુંબઈઃ 15 વર્ષ પહેલાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘લકીનો ટાઇમ ફોર લવ’માં તેમની લેડી લવ બનીને લાઇમલાઇટમાં આવેલી એક્ટ્રસ સ્નેહા ઉલ્લાલ 33 વર્ષની થઈ ગઈ છે. સ્નેહાનો જન્મ 18 ડિસેમ્બર, 1987માં મસ્કટ, ઓમાનમાં થયો હતો. થોડાં વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં સ્નેહાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘તે લગભગ 4 વર્ષ સુધી એક ગંભીર બિમારીથી ઝઝૂમતી રહી. આ બીમારીને લીધે સ્નેહા અશક્ત થઈ ગઈ હતી અને અડધો કલાક પણ પોતાના પગ પર ઊભી રહી શકતી નહોતી. જેને લીધે તે લાંબા સમય સુધી ફિલ્મોમાં જોવા મળી નહોતી.’ જોકે, હવે સ્નેહા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તે છેલ્લીવાર વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘બેજુબાન ઇશ્ક’માં જોવા મળી હતી.

સ્નેહાએ જણાવ્યું કે, ‘તે ઑટોઇમ્યૂન ડિસઓર્ડરથી પીડિત હતી. જે બ્લડ રિલેટેડ બીમારી છે. જેને લીધે તે ખૂબ જ અશક્ત થઈ ગઈ હતી અને અડધો કલાકથી વઘારે પોતાના પગ પર ઊભી રહી શકતી નહોતી.’

સ્નેહાએ જણાવ્યા મુજબ, ‘મારી લાઇફમાં એક સમય એવો પણ હતો. જ્યારે તે અશક્ત થઈ ગઈ હતી કે, એક એક્ટ્રસ તરીકે ખરી ઊતરી શકતી નહોતી. ત્યાં સુધી કે મને ચાલવામાં, ડાન્સ કરવામાં અને સતત શૂટિંગ કરવામાં ખૂબ જ તકલીફ થતી હતી.’

‘આ પછી મેં નિર્ણય કર્યો કે મારે કામમાંથી બ્રેક લઈ પોતાની બીમારીની સારવાર કરાવવી જોઈએ. કેમ કે, તે દર બીજા દિવસે બીમાર પડી રહી હતી. હું ઇન્ડસ્ટ્રી છોડીને ગઈ નહોતી, પણ બીમારીને લીધે થોડા દિવસોનો બ્રેક લીધો હતો.’

સ્નેહા, સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયની હમશકલ છે. કહેવામાં આવે છે તેની આ સુંદરતાને લીધે સલમાન તેમને ફિલ્મોમાં લાવ્યો હતો. એટલું જ નહીં ફિલ્મોથી દૂર રહેવા માટે સ્નેહાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે સલમાન ખાન સાપે કામ માગવા પણ ગઈ નહોતી.’

એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘લકી ફિલ્મ અંગે જ્યારે હું સલમાન ખાનને પહેલીવાર મળી ત્યારે તેમના ઘરે પહોંચી ત્યારે તેમના ડૉગ્સ મને જોઈ ભસવા લાગ્યા હતાં. હું થોડીક ગભરાઈ ગઈ હતી. સલમાન ખાનના ડૉગ્સને થયું હશે કે, કદાચ ઐશ્વર્યા રાય આવી હશે. સલમાને ડૉગ્સને કંઈક કહ્યું અને તેને ભસવાનું બંધ કરી દીધું. બધાને એવું લાગે છે કે, હું ઐશ્વર્યા જેવી દેખાવ છું.’

સ્નેહા ફિલ્મ ‘લકી’થી ચર્ચામાં આવી હતી. સ્નેહા મુજબ, ‘તે આ ફિલ્મમાં આવી હતી ત્યારે ખૂબ જ નાની(18) વર્ષની હતી. મારો અભ્યાસ પણ ફિલ્મોને લીધે અધૂરો રહી ગયો હતો. ફિલ્મનું શૂટિંગ પુરું કરતાં જ મેં પોતાની સ્ટડી પુરી કરી લીધી હતી. આ પછી સાઉથ ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યાં સૌથી વધુ કામ કર્યું હતું.’

સ્નેહા ઉલ્લાલનું પ્રાઇમરી એજ્યુકેશન ઇન્ડિયન સ્કૂલ, મસ્કટ અને ઇન્ડિયન સ્કૂલ, સાલાહ(ઓમાન)થી થઈ હતી. પછી તે મા સાથે મુંબઈ આવી ગઈ અને જુરેલો કૉન્વેન્ટ હાઇ સ્કૂલમાં એડમિશન લીધું. તે વર્તક કૉલેજ, માનિકપુર, મહારાષ્ટ્રના સ્ટૂડન્ટ પણ રહી છે.

સ્નેહાએ લકી પછી ‘આર્યન’ (2006), ‘જાને ભી દો યારો’ (2007), ‘કાશ મેરે હોતે’ (2009), ‘ક્લિક’ (2009) અને ‘બેઝુબાન ઇશ્ક’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ ‘ઉલ્લુસામગા ઉસ્તાહમ્ગા’ સાથે સ્નેહાએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મોમાં તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયાં હતાં. આ પછી ‘કિંગ’, ‘વરુદુ’, ‘સિમ્હા’ અને ‘એક્શન 3D’ સહિતની ફિલ્મોમાં તે જોવા મળી હતી.

You cannot copy content of this page