Only Gujarat

Sports TOP STORIES

IPL 2020માં છવાયો આ ‘મિસ્ટ્રી’ વ્યક્તિ, પુરૂષ છે કે મહિલા, લોકો થયા કન્ફ્યૂઝ

દુબઈઃ આઈપીએલ 2020નો ક્રેઝ હવે તમામ ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો જોવા મળી રહ્યો છે. ભલે આ વખતે લીગ દુબઈમાં રમાઈ રહી હોય પરંતુ ફેન્સ એક પણ મેચ જોવાનું ચૂકતા નથી. સિઝનમાં રવિવારના દિવસે 2 મેચમાં કુલ 3 સુપર ઓવર જોવા મળી હતી. આ દરમિયાન એક મિસ્ટ્રી મેન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે એક ઓન ફિલ્ડ અમ્પાયર છે પરંતુ હૈદરાબાદ અને કોલકાતાની મેચ દરમિયાન તેને જોઈ લોકો કન્ફ્યૂઝ થયા હતા.

પશ્ચિમ પાઠક નામના આ અમ્પાયરના વાળ ખભા સુધી આવતા હોવાના કારણે તેમના લુક અંગે લોકો ચોંક્યા હતા. લોકો પ્રથમ દ્રષ્ટિએ કન્ફ્યૂઝ થયા કે- આઈપીએલમાં આ લેડી અમ્પાયર ક્યાંથી આવી? જોકે તેમનું નામ સામે આવ્યા બાદ લોકોને ખબર પડી કે તે સ્ત્રી નહીં પણ પુરુષ અમ્પાયર જ છે.

રવિવારે આઈપીએલમાં ઈતિહાસનો સૌથી વિશેષ દિવસ રહ્યો. આ દિવસે 2 મેચમાં સુપર ઓવર તો જોવા મળી પરંતુ એક જ દિવસમાં 3 સુપર ઓવર રમાઈ હતી. હૈદરાબાદ અને કોલકાતાની મેચમાં સુપર ઓવર કરતા અમ્પાયર પશ્ચિમ પાઠક ચર્ચામાં રહ્યાં હતા.

જોકે તેમના લુકના કારણે કોઈપણ પ્રથમવાર ફિલ્ડ પર લેડી અમ્પાયર આવી હોવાનું સમજી બેસતા હોય છે અને આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચામાં જોવા મળી હતી. અમ્પાયર પશ્ચિમ પાઠક આઈપીએલમાં અગાઉ પણ અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. વર્ષ 2014માં પણ તેઓ આઈપીએલમાં અમ્પાયરની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

તેમણે 2012માં 2 વિમેન્સ વન-ડે મેચમાં પણ અમ્પાયરિંગ કરી હતી. પાઠકના નવા હેર સ્ટાઈલવાળો લુક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેના મીમ્સ પણ બની રહ્યાં છે. ઘણા ક્રિકેટ ફેન્સ તેમની પાસે આવા વાળ માટે ટિપ્સ પણ માગતા જોવા મળ્યા.

પશ્ચિમ પાઠક 2015માં પણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે કર્ણાટકમાં આયોજીત વિજય હજારે ટ્રોફીમાં અમ્પાયરિંગ કરતા સમયે તેઓ હેલ્મેટ પહેરીને ઉતર્યા હતા. આમ કરનાર તેઓ પ્રથમ ભારતીય અમ્પાયર હતા.

You cannot copy content of this page