Only Gujarat

FEATURED National

આને કહે છે પ્રેમ,લગ્ન માટે 15 વર્ષ સુધી જોઇ રાહ, યુવતી દિવ્યાંગ થઇ છતાં ન છોડ્યો સાથ

મુરાદાબાદઃ ફેબ્રુઆરીનો મહિનો પ્રેમનો મહિનો છે. આ મહિનામાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સંજીવ કુમાર સક્સેના અને તેની પત્ની આશાની લવ સ્ટોરી ખૂબ ચર્ચાનો વિષય બની છે. સંજીવ એક ફોટોગ્રાફર છે.  બંન્નેએ લગ્ન માટે એક બે નહી પરંતુ 15 વર્ષ સુધી રાહ જોઇ. કપલના આ નિર્ણયથી ખૂબ ચર્ચા થઇ રહી છે. તમામ લોકો કપલના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

સંજીવ કહે છે કે આશા સાથે મારા સંબંધો વર્ષ 2002માં નક્કી થયા હતા. આ દરમિયાન પિતાની તબિયત ખરાબ થઇ ગઇ. ત્યારબાદ લગ્નને થોડા સમય માટે ટાળી દેવામાં આવ્યા. પિતાની તબિયત પર ખૂબ ખર્ચ થયો. તેમની તબિયત ઠીક થવામાં અને આર્થિક સ્થિતિ સુધરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો.

સંજીવ જણાવે છે કે વર્ષ 2005માં હું આશાના ઘરે ફરીથી સંબંધ માટે ગયો. ત્યાં મને જાણવા મળ્યું કે આશાની તબિયત ખરાબ છે. તે ચાલી કે ઉઠી શકતી નથી. મેં નક્કી કર્યું કે લગ્ન માટે આશા ઠીક થાય ત્યાં સુધી રાહ જોઇશ.

સંજીવે જણાવ્યું કે, અનેક વર્ષો વીતી ગયા પરંતુ આશાની હાલત સુધરી રહી નહોતી. અંતમાં ફેબ્રુઆરી 2017માં મે દિવ્યાંગ આશા સાથે લગ્ન કરી લીધા.

લગ્નને યાગદાર બનાવવા માટે કપલે સ્ટેજ પર જ પોતાના શરીર દાનનો નિર્ણય લીધો હતો. બંન્નેએ પોતાના શરીરને મુરાદાબાદની ટીએમયૂ યુનિવર્સિટીને દાન કરી દીધું. સંજીવ કહે છે કે અમારા નિર્ણયથી મેડિકલનો અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે મદદ મળી શકે છે. કપલના આ નિર્ણયથી ખૂબ ચર્ચા થઇ રહી છે. તમામ લોકો કપલના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page