Only Gujarat

FEATURED International

આઈસક્રીમ ખાતા હો તો થઈ જજો સાવચેત, હવે આઈસક્રીમમાં મળ્યો કોરોના વાઈરસ

તિયાનજિનઃ ચીનમાં કોરોનાવાઈરસનો ચેપ તંત્ર તથા જનતા માટે સતત નવી મુશ્કેલીઓ ઊભી કરે છે. ઉત્તરી ચીનમાં મોટી માત્રામાં આઈસક્રીમમાં કોરોનાવાઈરસ મળ્યો છે. ત્યારબાદ ચીની અધિકારીઓએ હજારો આઈસક્રીમના પેક સીઝ કરી દીધા છે.

આઈસક્રીમમાં ચેપનો કેસ ઉત્તરી તિયાનજિન નગર નિગમનો છે. અહીંયા Tianjin Daqiaodao ફૂડ કંપનીએ બનાવેલા આઈસક્રીમમાં કોરોનાવાઈરસ મળ્યો છે. હવે ચીની અધિકારીઓ એ લોકોને શોધી રહ્યું છે, જેમણે આઈસક્રીમ ખાધો હતો. તેમને શોધી શોધીને ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે.

ચીની અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને Tianjin Daqiaodaoની તમામ પ્રોડક્ટ સીલ કરીને જપ્ત કરી લેવામાં આવી છે. આ પહેલાં અધિકારીઓએ ત્રણ સેમ્પલ તપાસમાં મોકલ્યા હતા અને તેમાં કોરોનાવાઈરસ મળ્યો હતો.

હવે કંપનીએ દાવો કર્યો છે કે આઈસક્રીમ બનાવવા માટે કંપનીએ જે કાચા માલનો ઉપયોગ કર્યો હતો કે ન્યૂઝીલેન્ડ તથા યુક્રેનથી મગાવ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે બેંચ નંબરને આધારે ખ્યાલ આવ્યો કે મિલ્ક પાવડર ન્યૂઝીલેન્ડથી અને અન્ય પ્રોડક્ટ યુક્રેનથી મગાવી હતી.

આઈસક્રીમમાં કોરોનાવાઈરસ મળતા જ કંપનીએ તમામ 1662 કર્મચારીને ક્વૉરન્ટીન કરી દીધા છે. તમામનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 700 કોરોના નેગેટિવ છે અને બાકીના રિપોર્ટ આવવાના બાકી છે.તિયાનજિનના અધિકારીઓએ કહ્યું હતું કે કંપનીએ ચેપગ્રસ્ત આઈસક્રીમના 4836 પેક તૈયાર કર્યા હતા, જેમાં 2089 આઈસક્રીમ તરત જ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને 2727 બોક્સ આઈસક્રીમ માર્કેટમાં ડિલિવરી માટે મોકલવામાં આવ્યા છે અને 935 બોક્સ હજી પણ માર્કેટમાં છે. 65 બોક્સનું વેચાણ થઈ ચૂક્યું છે.

આ દરમિયાન તિયાનજિનમાં આઈસક્રીમ બનાવતી ફેક્ટરીને સેનિટાઈઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોને પણ કહેવામાં આવ્યું છે કે તેમણે આ કંપનીનો આઈસક્રીમ ખરીદ્યો હોય તો તેઓ તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરે.

You cannot copy content of this page