Only Gujarat

Bollywood

12 વર્ષ નાના પ્રેમીના હાથમાં હાથ નાખીને મલાઈકાએ મારી એન્ટ્રી, રિસેપ્શનમાં હતો આગવો વટ

મુંબઈ: બોલિવૂડમાં ઘણાં એવા સેલેબ છે, જે હંમેશા ફીટ એન્ડ સ્ટાલીશ અંદાજમાં જ જોવા મળતાં હોય છે. આમાનું એક નામ એટલે મલાઈકા અરોરા. ગઈ કાલે યોજાયેલા અરમાન જૈનના વેડિંગ રેસેપ્શનમાં મલાઈકા અરોરા છવાઈ ગઈ હતી. 46 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાએ ફીગર અને ફીટનેસ જાળવી રાખી છે. અરઝાન ખાનની પૂર્વ પત્ની અને અર્જૂન કપૂરની ગર્લફ્રન્ડ મલાઈકા આ ઈવેન્ટમાં રેડ કલરના ડ્રેસમાં બધાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

મુંબઈમાં અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનમાં મલાઈકા અરોરા અને બોયફ્રેન્ડ અર્જૂન કપૂર ખૂબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

બંનએ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા કોન્ટ્રાસ્ટ કલરના આઉટફીટ પહેર્યા હતા. અર્જૂન કપૂરે ગ્રીન શેરવાનીમાં સજ્જ હતો, જ્યારે મલાઈકા રેડ કલરની સ્ટાઈલીશ સાડીમાં સજીધજીને આવી હતી.

મલાઈકાએ બધા જ આઉટફીટ રેડ કલરના પહેર્યા હતા. ગળામાં નેકલેસ, પર્સથી લઈને સેન્ડલ પણ રેડ કલરના હતા.

વેડિંગ રિસેપ્શનમાં પહેલાં મલાઈકાએ અર્જૂન કપૂર સાથે ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા. બાદમાં મલાઈકાએ એકલી એ પોઝ આપ્યા હતા.

નોંધનીય છે કે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ મલાઈકા એક્ટર અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.આ વર્ષની શરૂઆતમાં જ બંને પોતાના પ્રેમનું ખુલ્લેઆમ એલાન કર્યું હતું.

મલાઈકાએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી.જેમાં તે અર્જૂન કપૂરને કીસ કરતી જોવા મળે છે. બંનેની આ તસવીર સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ અર્જૂન અને મલાઈકા પણ આ વર્ષના અંત સુધીમાં લગ્ન બંધામાં બંધાઈ શકે છે.

You cannot copy content of this page