Only Gujarat

Bollywood

વેડિંગ રિસેપ્શનમાં અંબાણી પરિવારનો દબદબો, નીતા અંબાણીની ભાવિ નાની વહુ રાધિકા લાગી બ્યુટીફૂલ

મુંબઈ: કરીના અને કરીશ્મા કપૂરની ફુઈ રીમા જૈનના દીકરા અરમાન જૈનનું મંગળવાર રાત્રે મુંબઈમાં વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. રિસેપ્શનમા ગુજરાત બિઝનેસમેન મુકેશ અંબાણી પણ ફેમિલી સાથે જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ કેમેરામેનને પોઝ આપતી વખતે હસતાં હસતાં નીતાનો હાથ પકડી લીધો હતો. નીતા-મુકેશ અંબાણી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આવ્યા હતા. જ્યારે આકાશ અને શ્લોકા અલગથી રિસેપ્શનમાં આવ્યા હતા.

નીતા અને મુકેશ અંબાણીએ પોતાના નાના પુત્ર અનંતની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે પોઝ આપ્યા હતા. ફેમિલી એક ફ્રેમમાં જોવા મળ્યું હતું.

નીતા અંબાણી એ ભાવિ વહુ રાધિકાનો હાથ પકડી પોતાની આગળ રાખીને ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા. બંને વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું હતું.

સિલ્વર કલરની સાડીમાં રાધિકા એકદમ સુંદર લાગતી હતી. નીતા અંબાણી ક્રીમ કલરના આઉટફીટમાં હતા. જ્યારે મુકેશ અંબાણી સૂટમાં અને પુત્ર અનંત અંબાણી કોફી કલરના કૂર્તામાં જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણી પણ પત્ની શ્લોકા સાથે રિસેપ્શનમાં આવ્યો હતો. શ્લોકાએ લાઈટ ગ્રીન કલરના સ્ટાઈલીશ આઉટફીટ પહેર્યા હતા.

આકાશ અંબાણીએ શ્લોકાનો હાથ પકડીને એન્ટ્રી મારી હતી. શ્લોકાના ગળામાં મોટો નેકલેસ અને મોટા ઈયરિંગ્સ શોભતા હતા.

આ પહેલાં મંગળવારે યોજાયેલા અરમાન જૈનના વેડિંગમાં પણ આકાશ અને શ્લોકા માતા નીતા અંબાણી સાથે આવ્યા હતા. એ વખતે અનંત અંબાણી અને મુકેશ અંબાણી જોવા મળ્યા નહોતા.

નીતા અંબાણી સાથે હાથ મિલાવતો અભિનેતા અર્જૂન કપૂર.

You cannot copy content of this page