Only Gujarat

National

ચોંકાવનારો બનાવ, પત્નીની હરકતથી દુ:ખી થઈને અલગ રહેવા લાગ્યો સોફ્ટવેર એન્જિનિયર પતિ

મુંબઈ: એક ખૂજ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિ ઘર પર ઓનલાઈન એડલ્ટ ફિલ્મ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેના હોશ ઉડી ગયા હતા. વીડિયોમાં જે મહિલા કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવતી જોવા મળી રહી હતી તે તેની પત્ની હતી. એટલું જ નહીં એક વખત માફ કરી દીધા પછી પણ પત્ની બીજી વખત અન્ય પુરુષ સાથે બેડ પર જોવા મળી હતી. આ ઘટના પછી પતિએ પત્ની છોડી દીધી હતી. આશ્વર્યની વાત તો એ છે કે મહિલા વ્યવસાયે ડૉક્ટર છે અને પતિ સોફ્ટવેર એન્જિનિયર છે. બંને બેંગલુરુમાં રહે છે.

સોફ્ટવેર એન્જિનિયર પતિ 33 વર્ષનો છે અને ડૉક્ટર પત્ની 32 વર્ષની છે. પતિ ઉત્તરપ્રદેશ અને મહિલા ડૉક્ટર કોલકાતાની રહેવાશી છે. બંને એક બીજાને મેટ્રીમોનિયલ સાઈટ દ્વારા મળ્યા હતા. ત્યાર પછી બંનેએ બે વર્ષ પહેલાં એટલે કે 2018માં લગ્ન કરી લીધા હતા.

મહિલાએ લગ્ન પહેલાં પતિને એ જણાવ્યું હતું કે તેના પહેલાં બીજા કોઈ સાથે રિલેશન હતા, પણ હવે બ્રેકઅપ થઈ ગયું છે. લગ્ન પછી બંનેની જિંદગી સારી ચાલી રહી હતી, પણ મહિલા હંમેશા પોતાના પતિેને પોર્ન ફિલ્મો જોવા માટે દબાણ કરતી હતી. ધીમે ધીમે પતિ તેની વાત માનવા લાગ્યો હતો અને તેને પણ પોર્ન ફિલ્મો જોવાની આદત પડી ગઈ હતી.

એક દિવસ તેનો પતિ એડલ્ટ ફિલ્મ જોઈ રહ્યો હતો. વીડિયોમાં જે મહિલા તેને દેખાઈ એ જોઈને તેના હોશ ઉડી ગયા. તેણે વીડિયોમાં જોયું કે તેની પત્ની અન્ય કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવી રહી છે. આ અંગે પત્નીને પૂછવામાં આવતા તેણે કહ્યું કે આ વીડિયો તેના જૂના પ્રેમીનો છે. આ વીડિયો દ્વારા તેનો જૂનો પ્રેમી તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. પત્નીના આ ખુલાસા બાદ પતિ માની ગયો હતો અને બંને સાથે રહેવા લાગ્યા હતા.


આ વર્ષે જાન્યુઆરીમાં પતિને એક વધુ વીડિયો મળ્યો જેમાં પત્ની ફરી કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ બનાવતી જોવા મળી હતી. જ્યારે પતિએ તેની પત્નીને પૂછ્યું તો તેણે કહ્યું કે તે લગ્ન પહેલાં ઘણા લોકો સાથે સંબંધ રાખી ચૂકી છે. જોકે તેને એ નથી ખબર કે આ વીડિયો ઓનલાઈન કેવી રીતે થયા. ત્યાર પછી નારાજ અને દુ:ખી પતિએ પત્નીને છોડી દીધી અને અલગ રહેવા લાગ્યો.

મહિલાએ પતિને પરત બોલાવવા માટે પોલીસ કમિશ્નર ઓફિસના ફેમિલિ કાઉન્સિલિંગ સેન્ટરમાં મદદ માગી હતી. હવે મહિલા ઈચ્છે છે કે તેનો પતિ તેને ફરી સ્વીકારી લે, જ્યારે તેના પતિનું કહેવું છે કે તેની પત્નીએ ઘણી વાતો છૂપાવી છે, અને આવા રોજ નવા નવા સીક્રેટ બહાર આવવાના કારણે હવે તે તેની સાથે રહી નહીં શકે.

 

You cannot copy content of this page