Only Gujarat

Bollywood

આ કારણે ડિલિવરી વખતે ગભરાઈ ગઈ હતી કરિના, અંતે કરાવું પડ્યું સિઝેરીયન

મુંબઇ: હાલ કોરોના સમયમાં લોકો લોકડાઉન બાદ જ બહાર જોવાનું ઓછું પસંદ કરે છે. તેના કારણે લોકો સોશિયલ મીડિયા પર લોકો વધુ સમય પસાર કરે છે. આ સમયમાં સેલેબ્સ સાથે જોડાયેલા રસપ્રદ ફોટો કિસ્સા કહાણીઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હાલ કરીના કપૂરનું એક ઇન્ટરવ્યુ પણ વાયરલ થયું છે. જેમાં તેમણે પ્રેગ્નન્સી સમયની કેટલીક વાતો શેર કરી છે. હાલ કરીના તેના પતિ અને તૈમૂર સાથે ઘરમાં જ સમય પસાર કરે છે.

કરીનાના તેના પ્રેગ્નન્સીના સમયના અનુભવનો શેર કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરસ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કરીના જણાવી રહી છે કે, તૈમૂરના જન્મ સમયે તેમને કઇ કઇ તકીલીફનો સામનો કરવો પડ્યો હતો.ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને પણ પ્રેગન્ન્સી સમયમાં થતી કેટલીક સમસ્યાઓને કારણે ખૂબ હેરાન થવું પડ્યું હતું. તે મોર્નિગ સિકનેસથી ખૂબ જ પરેસાન હતી. જો કે તેમણે આ સમસ્યાને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર કર્યાં હતા.

કરીનાએ જણાવ્યું હતું કે ફર્સ્ટ પ્રેગ્નન્સી હોવાથી કેટલીક સમસ્યા એવી હતી કે તેના વિશે કંઇ જ જાણતી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, તે ડાટિશ્યનને દિવસમાં 100 સવાલ પૂછતી હતી. તે સમયે દરેક વસ્તુ ચિંતા રહેતી. શું ખાવું, શું ન ખાવું. શું કરવું, શું ન કરવું વગેરે., આ બધાના કારણે ક્યારેક ગભરામણ થવા લાગતી.

કરીનાએ 20 ડિસેમ્બર 2016માં તૈમુરને જન્મ આપ્યો. ડિલીવરી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની નોર્મલ નહીં પરંતુ સિઝેરિયન ડીલિવરી થઇ હતી. ડિલિવરી સમયે તૈમૂરનુ માથુ નીચે આવી ગયું હતું. અને મને ગભરામણ પણ ખૂબ જ થતી હતી. તેના કારણે ડોક્ટરે મારૂ સિઝેરિયન કરવું પડ્યું.

કરીના અને સૈફે જ્યારે તેના બાળકનું નામ તૈમૂર રાખ્યું તો લોકોને આ નામ પસંદ ન હતું આવ્યું અને તેના ફેન્સે અણગમો વ્યક્ત કર્યો હતો. જો કે આ મુદ્દે કરીનાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મને ન હતી ખબર કે મારા પુત્રના નામને લોકો આટલું પર્સનલી લઇ લેશે. તૈમૂર નામ મને પસંદ હતું અને રાખ્યું. તેનો અર્થ પણ ખૂબ સરસ છે ફૌલાદ તો મે આ નામ જ પસંદ કર્યું . આ નામનો મારા માટે કોઇ જીવિત કે મૃત માણસ સાથે કોઇ લેવાદેવા નથી.

તૈમૂર લંગનો તૂર્ક શાસક હતો. ભારતમાં મોગલ સામ્રારાજ્ય સ્થાપનાર બાબર તૈમૂરનો પાંચમો વંશજ હતો . તૈમૂરે 14મી સદીમાં દિલ્લી અને કાશ્મીરમાં લૂટફાટ કરી હતી. તૈમૂર 1369 ઇસવીમાં સમરકંદની ગાદી પર બેઠો હતો. તૈમૂરે સૌથી પહેલા 1380માં ઇરાકની રાજધાની બગદાદ પર હુમલો કર્યો હતો. બગદાદમાં હજારો લોકોની હત્યા કરી હતી. તેમણે 1398માં દિલ્લી પર આક્રમણ કર્યું. દિલ્લી અને કાશ્મીરમાં પણ તેમણે લૂટફાટ ચલાવી હતી. તે જ્યારે ચીન પર હુમલો કરવા જઇ રહ્યો હતો ત્યારે તેમનુ લાંબી બીમારીના કારણે મોત થઇ ગયું હતું.

સૈફે થોડા મહિના પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કરીના વધુ લાડ પ્યારમાં તૈમૂરને બગાડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ તેમનું પહેલું સંતાન છે એટલે માટે તેનું આવું વર્તન પણ સ્વાભાવિક છે.

મામા રણબીર કપૂર સાથે મસ્તીના મૂડમાં તૈમૂર

You cannot copy content of this page