Only Gujarat

Bollywood

આ સેલેબ્સ પ્રેમમાં બન્યા એવા પાગલ કે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર જ એક્ટ્રેસિસ સાથે કર્યાં બીજા લગ્ન

મુંબઈઃ 21 નવેમ્બરે પોતાને 82મો જન્મ દિવસ ઉજવનારી હેલનની લવ લાઇફ ખૂબ જ રસપ્રદ રહી હતી. તેમણે જાણિતા સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ વર્ષ 1980માં લગ્ન કર્યા હતાં. આ ઉપરાંત તેમના ચાર બાળકો હતાં, પણ સલીમ ખાન હેલનથી એટલા પ્રભાવિત થયાં કે તેમણે પહેલી પત્ની સલમાને છૂટાછેડા આપ્યાં વગર હેલન સાથે લગ્ન કરી લીધા હતાં.

આમ તો, બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર છે જેમણે પોતાના પહેલાં લગ્ન તોડ્યા વગર બીજા લગ્ન કર્યા હોય. અમે તમને જણાવીએ એવા જ સ્ટાર વિશે.

ધર્મેન્દ્ર
હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન 21 ઓગસ્ટ, 1979માં થયાં હતાં. કહેવામાં આવે છે કે, બંનેની પહેલી મુલાકાત ખ્વાઝા અહમદ અબ્બાસની ફિલ્મ ‘આસમાન મહલ’ના પ્રિમિયર પર વર્ષ 1965માં થઈ હતી. જોકે, તેમનો પ્રેમ ‘શોલે’ના શૂટિંગ વખતે થયો હતો.

હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની છે. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર છે, જે સની દેઓલ અને બોબી દેઓલની મા છે. હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યાં નહોતાં. તે અત્યારે પણ પ્રકાશ કૌર અને પોતાના ચાર બાળકો સાથે રહે છે. જ્યારે હેમા માલિની પોતાની દીકરીઓ સાથે અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, હેમા માલિનીની દીકરાના લગ્ન થઈ ગયાં છે.

બોની કપૂર
વર્ષ 1996માં શ્રીદેવી સાથે બીજીવાર લગ્ન કરનારા બોની કપૂર પહેલાંથી જ પરિણિત હતાં. તેમની પહેલી પત્નીનું નામ મોના છે અને બે બાળકો પણ છે. બોનીએ મોનાને સ્પષ્ટ કહ્યું હતું કે, ‘શ્રીદેવી વગર રહી શકશે નહીં.’ આ પછી મોના સાથે તેમનો સંબંધ તૂટી ગયો અને અત્યારે બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. વર્ષ 1996માં અંતે શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા. બંનેને બે દીકરીઓ છે. જેનું નામ જાન્હવી અને ખુશી કપૂર છે.

રાજ બબ્બર
સ્મિતા પાટિલ અને રાજ બબ્બરની જોડી 80નાં દશકમાં સ્ક્રીન પર હિટ જોડીમાંથી એક હતી. આ દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં, પણ રાજ બબ્બર પરિણિત હતાં. નાદિરા તેમની પહેલી પત્ની છે. સાથે જ તે આર્ય બબ્બર અને જૂહી બબ્બરના પિતા છે.

પતિ અને પિતાની જવાબદારીઓ ઉપરાંત રાજનું સ્મિતા પાટિલ માટે પ્રેમ ઓછો થયો નહીં અને તેમની સાથે લગ્ન કરી લીધા હતાં. જોકે, આ લગ્નનો દુખદ અંત આવ્યો કેમ કે પ્રેગ્નન્સિ કોમ્પિકેશનને લીધે સ્મિતાએ પોતાના પહેલાં બાળકને જન્મ આપ્યો અને તેમનું નિધન થયું. પ્રતીક બબ્બર રાજ અને સ્મિતા પાટિલના એકમાત્ર સંતાન છે. સ્મિતાના મોત પછી રાજ નાદિરા પાસે પાછા અવ્યા અને પ્રતીકનું તેમના નાના-નાનીએ પાલનપોષણ કર્યું.

You cannot copy content of this page