29 વર્ષમાં આટલી બધી બદલાઈ ગઈ છે ‘શ્રીકૃષ્ણા’ની રાધા, હવે દેખાય છે આવી

મુંબઈઃ દેશમાં ગત વર્ષે લાગેલા સંપૂર્ણ લૉકડાઉન સમયે ટીવી પર ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીકૃષ્ણા’ જેવી સીરિયલ લોકો વર્ષો પછી ફરીવાર જોઈ શક્યા હતા. જેના કારણે આ સીરિયલમાં કામ કરનારા એક્ટર-એક્ટ્રેસ અંગે પણ લોકો જાણવા ઉત્સુક થયા કે વર્ષો પહેલા સીરિયલમાં કામ કરનારા કલાકારો હાલ ક્યાં છે.

‘શ્રીકૃષ્ણ’ માં કામ કરનાર સર્વદમનને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. લોકો તેમના સ્મિત પર ફિદા હતા. સર્વદમને ઘણીવાર કૃષ્ણ અને ભગવાન વિષ્ણુના રોલ કર્યા હતા. લોકો તો તેમને ભગવાન શ્રીકૃષ્ણની જેમ પૂજવા લાગ્યા હતા. સર્વદમન હવે એક્ટિંગ જગતથી દૂર થઈ ચૂક્યા છે. એક્ટિંગથી દૂર સર્વગમન આજકાલ ઋષિકેશમાં મેડિટેશન શીખવી રહ્યાં છે. જોકે સીરિયલમાં રાધાનો રોલ કરનાર એક્ટ્રેસ આજે પણ દર્શકો સાથે જોડાયેલી છે.

રામાનંદ સાગરના ‘શ્રીકૃષ્ણા’માં રાધાનો રોલ રેશ્મા મોદીએ ભજવ્યો હતો. એકતરફ લોકો કૃષ્ણાની મનમોહક મુસ્કાન પર ફિદા હતા ત્યારે રાધાના અનોખા સ્વભાવને પણ ઘણો પસંદ કરવામા આવતો. રાધાની કૃષ્ણાના જીવનમાં ઘણું મહત્ત્વ રહે છે, પરંતુ સીરિયલમાં રેશ્મા મોદીને ઘણો નાનો રોલ કરવા મળ્યો હતો. જોકે તેમ છતાં તેમની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી.

‘શ્રીકૃષ્ણા’માં રાધાનો રોલ કર્યા બાદ રેશ્મા માત્ર રાધાના રોલ પૂરતી જ મર્યાદિત ના રહી. તેણે આગળ જતા ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું. રેશ્મા સૈફ અલી ખાન અને આર. માધવનની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મે’માં પણ જોવા મળી હતી.

આ ઉપરાંત તેણે ‘સાઢે સાત ફેરે’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં જુહી ચાવલા અને ઈરફાન ખાન હતા. આ ઉપરાં રેશ્માએ ‘ફાંસ-એક જાસૂસ કી કહાની’, ‘ચલ ચલેં’ અને ‘મિલતા હૈ બાઈ ચાન્સ’ જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 2005માં રીલિઝ થયેલી ફિલ્મ ‘મોર ધેન એ વેડિંગ’માં પણ રેશ્માએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

27 વર્ષ બાદ રેશ્માના લુક્સમાં ઘણો બદલાવ જોવા મળે છે, રાધાના રોલમાં તેમને ઘણા પસંદ કરવામા આવ્યા હતા. હજુ પણ ફેન્સ તેમના કામને ઘણું યાદ કરે છે. ‘શ્રીકૃષ્ણા’ 1993માં પ્રથમવાર ટીવી પર ટેલિકાસ્ટ થઈ હતી. શ્રી કૃષ્ણની યુવા અવસ્થાનો રોલ સ્વપનિલ જોશી અને રાધાની યુવા અવસ્થાનો રોલ શ્વેતા રસ્તોગીએ કર્યો હતો.