Only Gujarat

Bollywood

‘ગોલુ’નો પરિણીત પતિ છે 5 વર્ષ નાનો, ‘મિર્ઝાપુર-2’માં આપ્યા હતાં બોલ્ડ સીન

સ્વરા ભાસ્કર, નેહા ધૂપિયા અને કિયારા આડવાણી બાદ વધુ એક એક્ટ્રેસ પોતાના માસ્ટરબેશન (હસ્તમૈથુન)ના સીનના કારણે ચર્ચામાં છે. અમેઝોન પ્રાઈમ પર આવેલી ‘મિર્ઝાપુર-2’ના એક સીનમાં એક્ટ્રેસ શ્વેતા ત્રિપાઠી માસ્ટરબેશન કરતી જોવા મળી હતી. શ્વેતા ત્રિપાઠીના આ બોલ્ડ સીન અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેના ફેન્સે પ્રથમવાર શ્વેતાને ‘ગોલુ ગુપ્તા’ના આવા બોલ્ડ સીનમાં જોઈ છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા વચ્ચે શ્વેતા ત્રિપાઠીએ માસ્ટરબેશન સીન પર પોતાનો અનુભવ જણાવ્યો હતો.

પરણિત છે શ્વેતા ત્રિપાઠી
શ્વેતા ત્રિપાઠીને તેના લોન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ ચેતન્યએ 2018માં પ્રપોઝ કર્યું હતું અને તેમણે તે જ વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. ચૈતન્ય ઉંમરમાં શ્વેતા ત્રિપાઠી કરતા 5 વર્ષ નાનો છે પરંતુ તે એક સફળ રેપર છે. તેને સ્લોચિતાના નામે ઓળખવામાં આવે છે. આ બંનેની મુલાકાત દિલ્હીમાં પર્ફોર્મન્સ દરમિયાન થઈ હતી જે પછી તેમની વચ્ચે મિત્રતા થઈ જે આગળ જતા પ્રેમમાં પરિણમી હતી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે શ્વેતા દિલ્હીના પૂર્વ ચીફ સેક્રેટરી પીકે ત્રિપાઠીની દીકરી છે. તે ફિલ્મ્સ ઉપરાંત અમુક વેબસીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. ચૈતન્ય પણ એક શાનદાર આર્ટિસ્ટ છે.

લાઈબ્રેરીના ખૂણામાં પરસેવે રેબજેબ જોવા મળી શ્વેતા ત્રિપાઠી
વાસ્તવમાં ‘મિર્ઝાપુર-2’માં શ્વેતા ત્રિપાઠી (ગોલુ ગુપ્તા)ની એન્ટ્રી માસ્ટરબેશન સીન સાથે થાય છે. શ્વેતા લાઈબ્રેરીના ખૂણામાં બેસીને એક એડલ્ટ પુસ્તકના વાંચન સાથે માસ્ટરબેશન કરી રહી હોય છે. તે જ સમયે તેની મોટી બહેન સ્વિટી (શ્રિયા પિલગાંવકર) તેને શોધતા ત્યાં આવે છે. સ્વિટી આવીને જુએ છે કે શ્વેતા પરસેવે રેબજેબ લાઈબ્રેરીના ખૂણામાં બેસીને વાંચન કરી રહી હોય છે. સ્વિટી તેને પ્રશ્ન કરે છે કે,‘આખી દુનિયાની માહિતી મળી ગઈ તને?’ તેની પર ગોલુ ગુપ્તાએ કહ્યું કે,‘હાં. દીદી સ્વર્ગની તો મળી જ ગઈ.’

‘માસ્ટરબેશનનો સીન કૉફી પીવા સમાન’
આ સીન અંગેની ચર્ચા અંગે શ્વેતા ત્રિપાઠીને સવાલ કરવામા આવ્યો તો તેણે જણાવ્યું કે,‘પુરુષોની જેમ મહિલાઓની પણ યૌન ઈચ્છા હોય છે. તેમાં કંઈ જ ખોટું નથી. મે જ્યારે તે સીન વાંચ્યો અને મિર્ઝાપુરના સંપૂર્ણ ગ્રાફ તથા કહાણી પર નજર કરી તો મને 2 સેકન્ડ માટે પણ મારો સીન બોલ્ડ લાગ્યો નહીં. માસ્ટરબેશન સીન એટલો જ સરળ અને રુટિન હતો જેટલું કોફી પીવા જેટલો હોય છે.’

શ્વેતા ત્રિપાઠી અગાઉ ‘મસાન’ અને ‘હરામખોર’ જેવી ફિલ્મમાં યાદગાર ભૂમિકા ભજવી ચૂકી છે. જોકે સ્ક્રિન પર તેનો બોલ્ડ અંદાજ પ્રથમવાર જોવા મળ્યો. ‘મિર્ઝાપુર-2’માં હિંસક દ્રશ્યો અને સતત સાંભળવા મળતી ગાળોને કારણે તેની ટીકા પણ થઈ રહી છે. પંકજ ત્રિપાઠી સીરિઝમાં કાલિન ભૈયાની મુખ્ય ભૂમિકામાં છે.

ઝીરો મેકઅપ લુક માટે કરવી પડી મહેનત, કપાવ્યા વાળ
આ સીરિઝમાં શ્વેતા ત્રિપાઠીએ પોતાના નવા લુકના કારણે ફેન્સને ચોંકાવ્યા હતા. તેણે પોતાના ઝીરો મેકઅપ લુક માટે ઘણી મહેનત કરવી પડી હતી. સીરિઝમાં તે નાના વાળમાં કોઈની પર બંદૂક તાનીને જોવા મળી રહી છે.

આ લુક માટે શ્વેતા માત્ર સનસ્ક્રિન લગાવીને જ શૂટિંગ પર જતી હતી. આ ઉપરાંત શ્વેતા ત્રિપાઠીએ ઘણી ચર્ચા બાદ ડિરેક્ટરની સલાહ પર પોતાના વાળ કપાવ્યા હતા જેથી સીરિઝમાં તેનો લૂક વધારે યોગ્ય રીતે દર્શાવી શકાય.

You cannot copy content of this page