Only Gujarat

Bollywood FEATURED

ગીત ગાતાં ગાતાં અચાનક જ નેહા કક્કર પતિને કરવા લાગી પ્રેમ

બૉલિવૂડની ફૅમશ સિંગર નેહા કક્કરના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણીવાર વાઇરલ થતાં રહે છે. લગ્ન પછી નેહા હવે તેમના પતિ રોહનપ્રીતસિંહ સાથે પણ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જેને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. હાલમાં જ નેહાએ એક એવો જ વીડિયો શેર કર્યો છે. જેમાં રોહનપ્રીતસિંહ ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં નેહા રોહનપ્રીતસિંહ સાથે ‘આંખો કી ગુસ્તાખિયાં’ ગીત ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં નેહા અને રોહન રોમાન્સ કરતાં પણ જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં નેહા કક્કરે વ્હાઇટ કલરનું આઉટફિટ પહેર્યું છે. જેમાં તે સુંદર લાગી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલાં રોહનપ્રીતસિંહ ગીત ગાવાની શરૂઆત કરે છે. આ પછી નેહા પણ તેમનો સાથ આપવા લાગે છે. બંનેનો સુંદર અવાજ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

નેહા કક્કર અને રોહનપ્રીતસિંહના આ ક્યૂટ વીડિયો પર ફેન્સ ખૂબ જ કૉમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નેહા કક્કર જ્યાં પોતાના અવાજ અને ગીતના દમ પર બૉલિવૂડમાં પોતાની જબરદસ્ત ઓળખ ઊભી કરી છે. તો રોહનપ્રીતસિંહે પણ પોતાના સિંગિંગ ટેલેન્ટ દ્વારા લોકોનું દિલ જીતી લીધું છે. નેહા કક્કર અને રોહનપ્રીતસિંહ હાલમાં જ એક ગીત ‘નેહૂ દા વ્યાહ’માં સાથે જોવા મળ્યાં હતાં.

You cannot copy content of this page