Only Gujarat

Sports

આ ક્રિકેટરે છાતી પર લખાવ્યું છે મા-બાપનું નામ, સ્કૂલ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યાં છે લગ્ન

ભારતે ઑસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે જબરદસ્ત રીતે હરાવ્યું છે. ભારતની ટીમમાં વિરાટ કોહલીની ગેરહાજરી, આ ઉપરાંત જાડેજા, બુમરાહ સહિતના ખેલાડી ઇજાગ્રસ્ત હોવા છતાં તમામ નવા યુવા ખેલાડીઓએ ભારતને ઐતિહાસિક જીત અપાવી ટેસ્ટ સિરીઝ પોતાને નામે કરી હતી. તો 32 વર્ષે ઑસ્ટ્રેલિયા બ્રિસ્બેનના ગાબામાં ટેસ્ટ મૅચ હાર્યું હતું. આ કારણે ભારતની જીત ઐતિહાસિક જીત હતી. આ પછી ભારતના યુવા સ્ટાર્સનું ઓસ્ટ્રેલિયાથી પાછા આવ્યા બાદ ભવ્ય સ્વાગત થયું હતું. હવે ભારત 5 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે રમશે. આ મૅચ માટે ટીમનું સિલેક્શન પણ થઈ ગયું છે. જેમાં ભારતના કેએસ ભરતને પણ સ્થાન મળ્યું છે. આંધ્રપ્રદેશના આ ખેલાડીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

કેએસ ભરત આંધ્રપ્રદેશનો રહેવાસી છે. તેમનું આખું નામ કોના શ્રીકર ભરત છે. કે એસ ભરતના પિતા શ્રીનિવાસ રાવ નૌસેનામાં ડાકયાર્ડ કર્મચારી છે. જ્યારે તેમની મા કોના દેવી હાઉસ વાઇફ છે.

કેએસના પરિવારમાં ભરતની એક બહેન પણ છે. તેમનું નામ મનોગના લોકેશ છે. ભરત તેની બહેનની ખૂબ જ નજીક છે. ભરતે કહ્યું કે, ‘આજે તે જે મુકામ પર છે, તેમાં તેમના પરિવારનું મોટું યોગદાન છે.’

ભરતે પોતાની છાતી પર મોટું ટેટૂ બનાવડાવ્યું છે. જેમાં તેમણે પોતાના મા-બાપનું નામ લખાવ્યું છે. ઘણાં ફોટોમાં તેમણે પોતાના ટેટૂને એક્સપોઝ કર્યું છે.

કેએસ ભરતની પત્નીનું નામ અંજલી છે. લગ્ન પહેલાં ભરત અને અંજલી 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં હતાં. આ પછી બંનેએ લગ્ન કર્યા હતાં.

વાત કેએસ ભરતના ક્રિકેટ કરિયરની કરીએ તો. બાળપણથી જ તેમને ક્રિકેટ રમવાનો શોખ હતો. આ કારણે તેમનું નામ લોકલ ક્રિકેટ એસોશિયએશનમાં લખાવ્યું હતું.

કેએસ ભરતના પર્ફોમન્સની વાત કરીએ તો, રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી ફટકારનારા ભારતના પહેલાં અને એકમાત્ર વિકેટકીપર બેસ્ટમેન છે.

27 વર્ષના કેએસ ભરતે અત્યારસુધી 74 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેમણે 9 સદી અને 22 અર્ધસદી ફટકારી છે. આ ઉપરાંત તેમણે ઘરેલું ક્રિકેટમાં 4143 રન પણ બનાવ્યા છે.

હવે ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેએસ ભરતથી દરેકને ઘણી આશા છે. પંસદકારોએ ઘણાં વિશ્વાસ સાથે બે મેચમાં કેએસ ભરતની પસંદગી કરી છે. હવે જોવાનું છે કે, કેએસ ભરત સિરીઝમાં કેવું પર્ફોમ કરશે?

You cannot copy content of this page