Only Gujarat

National

ફેસબૂક પર લખવામાં આવી એક પોસ્ટ, લેડી ડૉને રચ્યું હચમચાવી દેતું ષડયંત્ર

ઉન્નાવઃ પોલીસે ઉન્નાવની ચર્ચિત લેડી ડૉનની ધરપકડ કરી છે. હાથમાં મહેંદી અને કમરમાં રિવોલ્વર રાખી ચાલતી આ લેડી ડૉનના નામથી ઘણા ભૂમાફિયાઓ ડરે છે. પોલીસે ઉન્નાવના પત્રકાર શુભમમણિની હત્યા મામલે આ લેડી ડૉનની ધરપકડ કરી. પોલીસ પૂછપરછમાં લેડી ડૉને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસ અનુસાર, પત્રકાર દ્વારા ફેસબુક પર લખવામાં આવેલી એક પોસ્ટ આ હત્યાનું કારણ બની.

ઉત્તર પ્રદેશના ઉન્નામાં સોપારી આપી પત્રકાર શુભમમણિની હત્યાના આરોપમાં પોલીસે ષડયંત્ર ઘડનારી ઉન્નાવની લેડી ડૉન દિવ્યા અવસ્થીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના ચર્ચિત પત્રકાર શુભમમણિ હત્યાકાંડના મુખ્ય આરોપી ઉન્નાવની લેડી ડૉન અને ભૂમાફિયા દિવ્યા અવસ્થીની પોલીસે પતિ અને દિયર સાથે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, દિવ્યા અને શુભમમણિ વચ્ચે ઘણા વચ્ચેથી કોઈ મુદ્દે ખેંચતાણ ચાલી રહી હતી.

લૉકડાઉનમાં પ્રવાસીઓ અને ગરીબોની મદદ માટે ભોજન, કરિયાણું વહેંચવા પર શુભમમણિએ સોશિયલ મીડિયા પર દિવ્યા અને તેના પરિવાર વિરુદ્ધ સતત પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તેના થકી દિવ્યા પોતે અપમાનિત થતી હોવાનું અનુભવતી હતી. 31 માર્ચ રાતે 9.30 કલાકે શુભમમણિએ ફેસબુક પર એક પોસ્ટમાં ‘ચોર બન્યા સમાજસેવક’ લખ્યું તો દિવ્યા ભડકી હતી. શુભમમણિએ ફેસબુક પર લખ્યું- ‘શહેરની મહિલાઓ એલર્ટ રહે, બહેનો એલર્ટ રહે. કરિયાણું આપવાના બહાને તમારા ઘરની કિંમતી વસ્તુઓ થઈ શકે છે સાફ.’ આ પોસ્ટ પર દિવ્યા એટલી હદે ભડકી કે તેણે શુભમમણિની હત્યાની યોજના બનાવી અને આ માટે તક મળતા શૂટર્સને સોપારી આપી હતી.

આ કેસમાં શુભમના ભાઈ ઋુષભે શક્તિ નગરના ભૂમાફિયા દિવ્યા અવસ્થા, તેના પતિ કનૈયા અવસ્થી સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. સોમવારે સ્વૉટ ટીમે શુભમમણિની હત્યાની યોજના બનાવનાર દિવ્યા અવસ્થી અને તેના પતિ ઉપરાંત 2 શૂટર્સ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. હત્યા મામલે એક મુખ્ય શૂટર હજુ પણ પોલીસની પકડમાં આવ્યો નથી.

મંગળવારે પોલીસ લાઈન સભાગરમાં એએસપી ઉત્તરી વિનોદ કુમાર પાંડેય તથા એએસપી દક્ષિણી ધવલ જાયસવાલે પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું કે, પ્રોપર્ટી ડિલર અને પત્રકાર શુભમમણિ ત્રિપાઠી (28)ની 19 જૂને ઉન્નાવ-શુકલાગંજ માર્ગ પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાની યોજના બનાવનાર દિવ્યા અને પતિ તથા બંને શૂટરો સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.

 

You cannot copy content of this page