Only Gujarat

Bollywood FEATURED

મુસ્લિમ ધર્મ માટે બોલિવૂડ છોડનાર સના ખાને ગુજરાતી બિઝનેસમેન સાથે કર્યાં નિકાહ

સિનેમા છોડીને પુરી રીત ઈસ્લામનાં પ્રચાર પ્રસારમાં પોતાનું જીવન લગાવવાની જાહેરાત કરનારી પૂર્વ અભિનેત્રી સના ખાને લગ્ન કરી લીધા છે. સનાએ ગુજરાતના સુરત શહેરમાં પરિવારના સભ્યોની હાજરીમાં આ નિકાહ કર્યા. આ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે થયેલાં આ નિકાહમાં સનાએ નીચેથી ઉપર સુધી સફેદ રંગનાં કપડાં પહેર્યા છે. સાથે જ તેના પતિ મુફ્તી અનસ પણ સફેદ કુર્તા પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા. સના ખાન જ્યાં સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતી, ત્યાં સુધી તેના લાખો ચાહકો હતા. તેની કારકિર્દીમાં સનાએ ‘હલ્લા બોલ’, ‘જય હો’, ‘વજહ તુમ હો’ જેવી થોડીક હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું છે. સનાનું મોટાભાગનું કામ દક્ષિણ ભારતની ફિલ્મોમાં રહ્યું છે.

વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘વજહ તુમ હો’માં સના શરમન જોશી અને ગુરમીત ચૌધરી સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં સનાએ ખૂબ જ બોલ્ડ અંદાજ દેખાડ્યો હતો અને અહીંથી તેને લાખો ચાહકો મળ્યા હતા. તે ચાહકો આજે પણ છે અને સના ખાનના આ લગ્ન બદલ તેમને અભિનંદન પણ આપી રહ્યા છે. સનાએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખતા પહેલા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું.

સના લગભગ 15 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે પણ અચાનક તેને સમજાયું કે, દુનિયામાં માણસનો હેતુ ફક્ત પૈસા અને ખ્યાતિ મેળવવાનો ન હોવો જોઈએ. સનાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘હું તમારી સાથે મારા જીવનના એક મહત્ત્વના તબક્કે આવીને વાત કરી રહી છું. હું વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહ્યો છું અને મને અહીંથી ખ્યાતિ, માન, સંપત્તિ બધુ જ મારા ચાહકોને કારણે મળ્યું છે. હું આ માટે દરેકની આભારી છું.

સનાએ સવાલ પુછવાનાં સૂરમાં લખ્યું, ‘થોડા દિવસોથી હું વિચારી રહી છું કે શું કોઈ વ્યક્તિ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ મેળવવાના હેતુથી આ દુનિયામાં આવે છે? શું તેમની ફરજ એ નથીકે, જે લોકો નિરાધાર છે તેમની સેવા કરીને જીવ વિતાવે? શું કોઈ માણસે વિચારવું ન જોઈએ કે તે કોઈ પણ સમયે તેનું મોત આવી શકે છે? અને મરી ગયા પછી તે શું બનશે? લાંબા સમયથી આ પ્રશ્નોના જવાબો શોધી રહી છું? ખાસ કરીને આ સવાલનો જવાબ જ્યારે માણસ મરી જાય છે અને તે પછી તે શું બનશે?’

સનાની આ પોસ્ટ પર તેમના ચાહકોએ તેમના વિચારોને સમજ્યા અને કેટલાંક લોકોએ આ પોસ્ટ પર પણ સનાને ટ્રોલ કરી દીધી હતી. ત્યારબાદ સનાએ તેણીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી તે બધા જ સમયની તમામ તસવીરોને દૂર કરી. તેણે ફક્ત તે જ તસવીરો રાખી હતી જેમાં સનાએ હિજાબ પહેર્યો છે. હવે સના ફક્ત હિજાબ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

You cannot copy content of this page