ભૂલથી ભારતથી જતો રહ્યો પાકિસ્તાન ને પહોંચ્યો જેલમાં, આ બાજુ પત્નીએ કરી લીધા બીજા લગ્ન

રીવા, મધ્યપ્રદેશઃ ભૂલથી પાકિસ્તાનની સીમામાં જઈ આવ્યા બાદ કોઈ પણ ભારતીયનું પાછું આવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. કારણ કે દુશ્મન દેશ તેના જાસૂસ ગણાવીને જેલના સળિયા પાછળ નાખી દે છે. તેની આખી જિંદગી તે જ રાહમાં રહી જાય કે ક્યારે તે વતન પાછો આવશે. આવો જ એક માર્મિક કિસ્સો મધ્ય પ્રદેશના રીવા જિલ્લાનાના શખ્સ અનિલ સાકેતનો છે. જે છેલ્લા પાંચ વર્ષથી લાહોરની જેલમાં બંધ છે, હવે અહેવાલ સામે આવ્યા છે કે પાકિસ્તાનની સરકાર તેને મુક્ત કરવા જઈ રહી છે. આ સમાચાર સાંભળતા જ પરિવાર હવે આતુરથી રાહ જુએ છે કે તેમનો દીકરો જલ્દી જ ઘરે પહોંચે. જો કે હજુ કોઈ તારીખ નક્કી નથી થઈ, પરંતુ જલ્દી જ તેને છોડી મુકવામાં આવશે.

રીવા જિલ્લાના છદહાઈ ગામના રહેતા અનિલ સાકેત 3 જાન્યુઆરી 2015એ અચાનક ઘરથી લાપતા થઈ ગયા હતા. પરિવારજનો પોતાના લાપતા દીકરાની શોધ કરી રહ્યા હતા, અનેક વાર પોલીસ સ્ટેશન ગયા, પોલીસે પણ યુવકને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની કોઈ ભાળ ન મળી. આ રીતે માતા-પિતા અને યુવકની પત્નીને શોધતા-શોધતા 3 વર્ષ પસાર થઈ ગયા, તેના પાછા ફરવાની આશા છોડી દીધી હતી. પછી વર્ષ 2019માં ખબર પડી કે અનિલ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

જૂન 2019માં ભારત સરકારના વિદેશ વિભાગ મંત્રાલયને રીવા પોલીસને એક ચિઠ્ઠી મોકલી, જેમાં અનિલ સાકેતને 3 વર્ષથી લાહોર જેલમાં બંધ હોવાના સમાચારો આવ્યા હતા અને તેમના વિશે જાણકારી માંગવામાં આવી હતી. જે બાદ યુવકની જાણકારી પાકિસ્તાનને આપવામાં આવી અને તેને ભારત લાવવાની કવાયત તેજ કરવામાં આવી.

પોલીસને યુવાનોના પરિવારજનોને જણાવ્યું હતું કે દીકરો અનિલ માનસિક બીમાર છે, ક્યારેક તે પોતાનો રસ્તો ભૂલી જતો હતો. એટલે જ આશંકા છે કે ભટકતા-ભટકતા તે દેશની સીમા પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો હશે. તેમના દિમાગી સ્થિતિની જાણકારી પાકિસ્તાનને આપવમાં આવી હતી. જે બાદ તેમને પાછા મોકલવાની તૈયારી કરી હતી.

ઉલ્લેખનીય છે કે અનિલના લગ્ન થઈ ચુક્યા હતા, પત્નીએ 3 વર્ષ સુધી પાછા આવવાની રાહ જોઈ. પરંતુ એક દિવસ તેણે પણ પાછા આવવાની આશા છોડી દીધી. એટલે મહિલાએ તેને મૃત સમજ્યો અને પિયર ચાલી ગઈ અને પરિવારે તેના બીજા લગ્ન કરાવી દીધા.

અનિલ સાકેતની માતા આજે પણ પોતાના દીકરાના પાછા ફરવાની રાહ જુએ છે અને દરવાજા પર રાહ જોતી બેસી રહે છે કે ક્યારેકને ક્યારેક તેમનો દીકરો ઘરે આવશે. નોંધનીય છે કે જ્યારે પણ મહિલા પોતાના દીકરાનો ફોટો સાથે લઈ જાય છે અને લોકોને તસવીર બતાવીને તેના વિશે પૂછવા લાગે છે.